ગુજરાત ટુરીઝમ સાથે 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 એક અવિસ્મરણીય ઘટના', મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
Mnf network: ગુજરાતના ગાંધીનગરમાં 27 અને 28 જાન્યુઆરીના રોજ 69મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ ગાંધીનગર પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મફેર અવોર્ડ્સ 2024ને લઈને એક X પોસ્ટ શેર કરી છે. આ સાથે જ તેમને ગુજરાત ટૂરિઝ્મને લઈને પણ વાત કરી છે. તેમને કેટલીક શાનદાર તસવીરો પણ શેર કરી છે. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, 'ગુજરાત ટુરીઝમ સાથે 69મા ફિલ્મફેર એવોર્ડ 2024 એ એક અવિસ્મરણીય ઘટના હતી. ગુજરાતમાં એકસાથે સ્ટાર્સની હાજરીમાં શાનદાર સાંજ વચ્ચે પરફોર્મન્સ થયું. ગુજરાતમાં પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન વધુ વિશેષ બનાવ્યું.'
તેમણે વિજેતાઓને અભિનંદન આપતા લખ્યું કે, 'બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળવા બદલ 12th ફેલની ટીમને અભિનંદન. વિવિધ કેટેગરીમાં તમામ વિજેતાઓને અભિનંદન. ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ્સ લાખો ફિલ્મ રસિકોના હૃદયમાં કાયમ માટે રહેશે.'
બેસ્ટ ફિલ્મ - 12th Fail
બેસ્ટ નિર્દેશક - વિધુ વિનોદ ચોપરા (12th Fail)
બેસ્ટ એક્ટર (મેલ) ઈન લીડિંગ રોલ - રણબીર કપૂર (એનિમલ)
બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) ઈન લીડિંગ રોલ - આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ અભિનેતા (ક્રિટીક્સ) - વિક્રાંત મેસી (12મી ફેલ)
બેસ્ટ અભિનેત્રી (ક્રિટીક્સ) - રાની મુખર્જી (મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે)
બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) - જોરમ (દેબાશીષ મખીજા)
બેસ્ટ એક્ટર (મેલ) ઈન સપોર્ટિંગ રોલ - વિકી કૌશલ (ડિંકી)
બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) ઈન સપોર્ટિંગ રોલ - શબાના આઝમી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)