સુરત મ્યુનિસિપલ કમિશ્નર અધિકારી ઓછા, વ્યવહારુ વધારે : કોવિડની કામગીરીમાં પ્રશંસનીય ભૂમિકા

સુરત મ્યુનિસિપલ કમિશ્નર અધિકારી ઓછા, વ્યવહારુ વધારે : કોવિડની કામગીરીમાં પ્રશંસનીય ભૂમિકા

શહેરીજનો અને અધિકારીઓ સાથે તાલમેલ રાખી કામગીરી કરતા મ્યુનિસિપલ કમિશ્નર સતત શહેરની સમસ્યાઓ માટે 24 કલાક સ્ટેન્ડ બાય.

કમિશ્નર બાંછાનિધિ પાની સોશ્યલ મીડિયામાં પણ સતત એક્ટિવ

પૂરની પરિસ્થિતિ હોય કે રોગચાળો, પણ સોશ્યલ મીડિયા દ્વારા સતત શહેરીજનોના સંપર્કમાં રહે છે.

મ્યુનિસિપલ કમિશ્નર તરીકે સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે તેઓ દરેક કાર્યશૈલી માં પ્રેક્ટિકલ બની રહે છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : હાલમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા વેક્સિન ની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે. 45 વર્ષ કરતા બધા વધારે ઉંમર ધરાવતા વ્યક્તિઓને વેક્સિન આપવા માટે સરકાર સહકારી ધોરણે પણ કામગીરી ને પ્રોત્સાહન આપી રહી છે.  સુરતમાં વેક્સિન આપવાની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે.

જોકે સુરતમાં જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પોતે જરૂર જણાય એવા વિસ્તારોની મુલાકાત લઈને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. કોરોના વધી રહ્યો છે પરંતુ સાથે સાથે લોકોમાં સતર્કતા અને જાગૃતિ લાવવાનું કામ પણ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહે છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી કોરોના થી બચવા માટેની ગાઈડલાઈન તેઓ પૂરી પાડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ લોકોને વેક્સિનેશન માટે પણ સામૂહિક રીતે guideline કરી રહ્યા છે. શહેરમાં લોકોમાં વેક્સિનેશન માટે પણ અદમ્ય ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જોકે કોરોના કાળ વચ્ચે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની ની કામગીરીની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. અનેક મુશ્કેલીઓ સામે લડીને ઝડપથી બેઠું થનાર સુરત આવા કર્મશીલ અને કર્મનિષ્ઠ અધિકારીઓને કારણે જ પોતાની આગવી ઓળખ ટકાવી શક્યું છે.