વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં નીરજ અપાવશે ગોલ્ડ મેડલ
નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપની જેવલિન થ્રો ઈવેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે શુક્રવારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેના પહેલા જ પ્રયાસમાં 88.77 મીટરના થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે ભારતના આ બાહુબલીએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે.
ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ચોથો થ્રો બનાવ્યો છે.