ઊંઝા : ઉત્તરાયણ પૂર્વે નગર પાલિકાએ લીધો મોટો નિર્ણય, જાણીને કરશો પ્રસંશા
ઉત્તરાયણ માં લોકસેવા કરવા ઊંઝા નગરપાલિકા સજ્જ
ઉત્તરાયણ પર્વ માં ઘાયલ પક્ષી, પશુ તેમજ આગ, અકસ્માત જેવી ઘટનામાં તાત્કાલિક મદદ માટે "ઊંઝા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ" તૈયાર
આગામી 12 થી 16 જાન્યુઆરી 2024 સુધી 24×7 રેસ્ક્યુ કન્ટ્રોલ રૂમ રહેશે કાર્યરત : દિક્ષિતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ
પતંગના દોરાથી થતા અકસ્માત નિવારવા શહેરના મહત્વના બંને બ્રિજ પર તાર બાંધવામાં આવશે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઉત્તર ગુજરાતની એકમાત્ર આઇ.એસ.ઓ. સર્ટિફાઇડ ઊંઝા નગરપાલિકા દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓ તેમજ આગ જેવી આકસ્મિક અઘટિત ઘટનાઓ માટે રેસ્ક્યુ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જેમાંં ઘાયલ પશુ પંખીઓ માટે વેટેનરી ડોક્ટર અંકિતભાઈ પટેલે સેવાઓ આપવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત શહેરના મહત્વના બ્રિજ પર તાર બાંધવામાં આવશે જેથી પતંગના દોરા નેેેેે કારણે થતા અકસ્માતોથી વાહન ચાલકો બચી શકે.
ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ તરીકે દીક્ષિત ભાઈ પટેલના નેતૃત્વમાં એક પછી એક શહેરના વિકાસલક્ષી મહત્વના નિર્ણયો લેવાઇ રહ્યા છે, ત્યારે ઉતરાયણ અંગે લેવાયેલ નિર્ણયના સંદર્ભમાં પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી ઉતરાયણ પર્વ નજદીક આવી રહ્યું છે ત્યારે પતંગ દોરીને કારણે અવાર નવાર આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે આ ઉપરાંત ફાનસ જેવી ચાઈનીઝ પતંગોને કારણે નાની મોટી આગજનીની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે આવી આકસ્મિક અઘટિત ઘટનાઓ માટે ઊંઝા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ફાયર સહિત ની સેવાઓ મળી રહે તે માટે રેસ્ક્યુ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઘાયલ પક્ષીઓ કે આગજની ઘટનાઓ માટે કોઈપણ વ્યક્તિ 101 નંબર પર ફોન કરીને જણાવી શકે છે આ ઉપરાંત નીચેના ત્રણ નંબર ઉપર પણ જાણ કરી શકે છે..(1)02767 248 101 (2) 82384 74792 (3) 9925251455 101