રક્ષાબંધન ના દિન એ જાહેર રજા નું એલાન
ભાઈ બહેન જે તહેવારની રાહ જોઈને બેઠા હોય એ તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે. જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની જાહેર રજા રહેશે. તા. 30 નાં રોજ તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનનાં દિવસે બંધ રહેશે જેની તમામે નોંધ લેવી.
રક્ષાબંધનના તહેવાર પર બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. લોકો રક્ષાબંધનની રાખડી આખા વર્ષ દરમિયાન રાખે છે.