મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ નેતાઓ અને જનતાની બેદરકારીને કારણે કોરોના નું પ્રમાણ વધવા લાગ્યું છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી સુધી કોરોના નિયંત્રણમાં હતો. પરંતુ ત્યાર પછી લોકો બેફીકર બની જતા કોરોનાનુ સંક્રમણ પુનઃ વધ્યું છે.આમ કોરોના વધવા પાછળ દોોષનો ટોપલો તેમણે લોકોના માથે ઢોળ્યો હતો.
જો કે, રૂપાણી એ વાતને ભૂલી ગયા હતા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન તેમણે અને તેમના નેતાઓએ જાહેરમાં સભાઓ સંબોધી હતી. જે સભાઓમાં સોશિયલ distance અને માસ્કના નિયમોના ધજીયા ઉડ્યા હતા. છતાં પણ સરકારે આંખ આડા કાન કર્યા હતા.
ત્યારે હવે કોરોના રોગનું સંક્રમણ વધતા એક વખત પુનઃ ગુજરાત જ્યારે lockdown ની સ્થિતિ તરફ જઇ રહ્યું છે ત્યારે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હમણાં lockdown ની સ્થિતિ દેખાતી નથી વધુમાં તેમણે શાળા-કોલેજોમાં કોરોના ના કેસો ને લઈને જણાવ્યું હતું કે આજે શાળા-કોલેજો અંગે નિર્ણય લેવામાં આવશે.
વધુમાં CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, જેટલા કેસ છે તેના કરતા 5 ગણા બેડ તૈયાર છે. હાલ 5000 બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી તે અંગે નિર્ણય લઈશું. શાળા-કોલેજો અંગે નિર્ણય લેવાશે. અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ વધારે રસીકરણ કરવામાં આવશે.