ઊંઝા નગર પાલિકાના કર્મચારીઓએ માનવતા મહેકાવી : પૂર્વ કોર્પોરેટરે પણ મહત્વની ભૂમિકા ભજવી

ઊંઝા નગર પાલિકાના કર્મચારીઓએ માનવતા મહેકાવી : પૂર્વ કોર્પોરેટરે પણ મહત્વની ભૂમિકા ભજવી

નગર પાલિકા ના કર્મચારીઓ એ માનવતા મહેકાવી

બે અબોલ ગાયો ને ઊંડા તળાવ માંથી બહાર કાઢી

પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ ભજવી મહત્વની ભૂમિકા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગર પાલિકાના કર્મચારીઓએ અબોલ પશુને  બચાવી માનવતા મહેકાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા વોર્ડ નંબર 1 હાઇવે પર આવેલ 'અવી ' બંગ્લોઝ બાજુના ઊંડા તળાવમાં સવારે બે ગાયો ફસાઈ હતી, જેમાં એક ગાય મૃત્યુ પામ્યું હોવાના સમાચાર મળતાં પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે તાત્કાલિક ઊંઝા નગરપાલિકાના કર્મચારીઓ ને જાણ કરી સ્થળ પરથી ન.પા.ના કર્મચારી દિલીપભાઈ અને સાથી કર્મચારીઓની ચાર કલાકની જહેમત પછી બંને ગાયોને બહાર કાઢી હતી.

આમ નગરપાલિકાના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર જઈ અને અબોલ મૂંગા પ્રાણીને બચાવી પ્રાણી પ્રેમ વ્યક્ત કર્યો હતો અને માનવતાની સુગંધ પ્રસરાવી હતી.