ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે નંબર હાઈડ કરવા ઈચ્છો છો તો અપનાવો આ સરળ ટીપ્સ
Mnf network :આજ કાલ આપણે બધા જ ઓનલાઈન પેમેન્ટથી ટેવાઈ ગયા છીએ. નાનામાં નાની રકમ પણ આપણે ઓનલાઈન ચુકવતા હોઈએ છે. જેને અલગ અલગ એપ્લિકેશન દ્વારા ચુકવવામાં આવે છે. અત્યારના સમયમાં આપણી અંગતવિગતો કોઈ અન્ય વ્યક્તિ સાથે કરવી ખૂબ જ જોખમી બની ગયુ .
કેવી રીતે તમે Paytm પર તમારું UPI સરનામું કેવી રીતે બદલી શકો છો. જેથી અન્ય કોઈને તમારા નંબરની જાણ ન થાય. તમને જણાવી દઈએ કે કોઈપણ UPI પ્લેટફોર્મ પર તમારું વર્ચ્યુઅલ પ્રાઈવેટ એડ્રેસ (VPA) બદલવું સરળ છે.આ સરનામું Paytm પર VPA દ્વારા બદલી શકાય છે.
Paytm પર તમારો નંબર છુપાવવા માટે તમારે VPA બદલવુ પડશે. તેને બદલવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.આ માટે સૌથી પહેલા તમારી Paytm એપ ઓપન કરો.આ બાદ મેનૂ પર ક્લિક કરો. જેમાં અનેક ઓપશન ખુલસે.તેમાં તમારા નામના પ્રારંભિક નંબરો તેની ડાબી બાજુમાં જોવા મળશે. ત્યારબાદ UPI અને પેમેન્ટ સેટિંગ્સ પર નીચે સ્ક્રોલ કરો.આ પછી પ્રથમ વિકલ્પ UPI ID શો થશે.તેની જમણી બાજુએ એડિટ આઇકોન પર ક્લિક કરો.
આગલા વિન્ડોમાં નવી UPI ID ઉમેરોના વિકલ્પ પર ક્લિક કરો.અહીં તમને તમારો ફોન નંબર, એકાઉન્ટ નંબર અને નામ ધરાવતા ઘણા વિકલ્પો બતાવવામાં આવશે.સૌથી વધુ રેન્ડમાઇઝ્ડ હોય તે પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.આ પ્રક્રિયાને કર્યા પછી તમારું VPA બદલાઈ જશે. તમે આ જ રીતે અન્ય એપ એટલે કે Google Pay, PhonePe, BHIM અને અન્ય UPI પ્લેટફોર્મ પરથી તમારો નંબર હાઈડ કરી શકો છો..