તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કઈ મહત્વની ક્રાંતિઓ કરી હતી ?

નરેન્દ્ર મોદી - વર્તમાનના વિવેકાનંદ

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કઈ મહત્વની ક્રાંતિઓ કરી હતી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા ગુજરાતમાં પાણી અને વીજળી નો પ્રશ્ન ખૂબ જ વિકટ હતો. મુખ્યમંત્રી નો પદ ભાર સંભાળ્યા બાદ તરત જ નરેન્દ્રભાઈએ પાણી અને વીજળીની સમસ્યા હલ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા. સૌપ્રથમ ઉત્તર ગુજરાતના ઊંઝા તાલુકાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લઈને 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં 24 કલાક વીજળી પૂરી પાડવાનો લક્ષ્યાંક નરેન્દ્ર ભાઈ ના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યો.આમ મોદીજીએ ગુજરાતમાં વીજ ક્રાંતિ કરી.

  કોંગ્રેસના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી માત્ર ગણતરીના કલાકો જ આપવામાં આવતી હતી. એમાંય ખાસ કરીને રાત્રે જમવાના સમયે વીજળી અવાર-નવાર ડૂલ થઈ જતી હતી. એટલું જ નહીં પરંતુ વીજળી પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે રાત્રિના સમયે બાળકોએ ફાનસ અને દીવા વડે અભ્યાસ કરવો પડતો હતો. પુરા ગામમાં માત્ર પંચાયત ઘર અને ગણતરી કરી શકાય એટલા વિસ્તારમાં જ વીજ સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરંતુ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતમાં 24 કલાક વીજળી આપીને સાબિત કર્યું કે માણસમાં જો ઈચ્છા શક્તિ દ્રઢ હોય તો અઘરામાં અઘરું કાર્ય પણ પાર પાડી શકાય છે.

એટલું જ નહીં ગુજરાત જ્યાં અનેક વિસ્તારોમાં ઉનાળામાં પાણીના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી.સિંચાઇની વાત તો દૂરની રહી પીવા માટે પણ લોકોએ પાણી માટે વલખાં મારવા પડતા.ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં પાણીના નળોની પણ સુવિધાઓ ઉપલબ્ધ નહોતી.નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બન્યા બાદ વીજળી ઉપરાંત પાણીના વિકટ પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુજરાતને લીલુંછમ બનાવવા માટે તેમણે નર્મદા ના પાણીને છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને મજબૂત ઈચ્છા શક્તિ અને દ્રઢ મનોબળ સાથે કામગીરી કરીને ગુજરાતના છેવાડાના ગામડાઓમાં માત્ર પીવા માટે જ નહીં પરંતુ સિંચાઈ માટેનું પણ પાણી પહોંચાડ્યું. સ્વામી વિવેકાનંદ કે જેમનું મૂળ નામ નરેન્દ્ર હતું તેમણે વર્ષો પહેલા અમેરિકાના શિકાગોમાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડી એક ધર્મ ક્રાંતિ કરી હતી ત્યારે આ વર્તમાનના વિવેકાનંદ એવા નરેન્દ્રભાઈએ ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડીને ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ કરી.

નરેન્દ્ર ભાઈ મુખ્યમંત્રી બન્યા તે પહેલા કોમી રમખાણો ને લઈ ગુજરાત બદનામ હતું. છાશવારે ગુજરાતમાં કોમી રમખાણો થતાં જેમાં અનેક નિર્દોષ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હતો.લોકો પોતાનો વ્યવસાય, વેપાર કરી શકતા નહિ. રમખાણ ગ્રસ્ત ગુજરાતની ઓળખને કારણે રાજ્યમાં ઉદ્યોગો અને બહારનું મૂડીરોકાણ આવતું ન હતું. એટલું જ નહીં પરંતુ રમખાણોને કારણે લોકો સતત ભયના ઓથાર નીચે રહેતા. જોકે નરેન્દ્ર ભાઈ મુખ્યમંત્રી બન્યા તે પછી ગોધરાકાંડ એ ગુજરાતનું છેલ્લું કોમી રમખાણ હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત કે જે કોમી રમખાણો માટે બદનામ હતું એ ગુજરાત 'શાંતિ પ્રિય ગુજરાત' તરીકે પ્રચલિત બન્યું. એટલું જ નહીં પરંતુ ગુજરાત વિકાસ મોડલ તરીકે ઊભરી આવ્યું. માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાત મોડલ નો ડંકો વાગ્યો અને અનેક ઉદ્યોગો અને બહારના મૂડી રોકાણો ગુજરાતમાં આવવાની શરૂઆત થઈ.ગુજરાતને નવી ઓળખ આપનાર નરેન્દ્રભાઈ સાચા અર્થમાં ગુજરાતના પ્રધાનસેવક બન્યા.