Breaking : VNSGU ના નવા કુલપતિ તરીકે ડો.કિશોરસિંહ એન.ચાવડાની નિયુક્તિ કરાઈ, જાણો વધુ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ માટે કુલપતિ તરીકે પ્રોફેસર ડો કિશોરસિંહ એન ચાવડા ની નિયુક્તિ કરવામાં આવી છે.પ્રોફેસર ડો. કિશોરસિંહ ચાવડા હાલમાં અમરોલી ખાતે આવેલી સર જે.ઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને હવે તેમની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ તરીકે તેમની નિમણૂંક કરાતા વિદ્યાર્થી અને શિક્ષણ જગતમાં ખુશીની લાગણી છવાઇ છે.
અત્રે નોંધનીય છે કે ડો. કિશોરસિંહ એન ચાવડા ના નેતૃત્વમાં અમરોલી કોલેજ ને અનેક સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ હતી. એટલું જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોમાં સર જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શૈક્ષણિક બાબત માં સદૈવ અગ્રેસર રહી છે જે ડો. કિશોરસિંહ એન ચાવડાની શિક્ષણ પ્રત્યેની સમર્પિતતા નું પરિણામ છે.
ડો. ચાવડા હાલમાં 14 જેટલા વિવિધ હોદ્દા ઉપર કાર્યરત છે. 2005થી તેઓ અમરોલી કોલેજમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.તેમણે એમ.કોમ., બી.એડ., એમ ફીલ. પી.એચ.ડી.ની ડીગ્રી મેળવેલ છે.ડો. ચાવડા ને ઓલ ઇન્ડિયા એચિવીયર્સ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા 2012 માં શિક્ષા ભારતી પુરસ્કાર એનાયત કરાયો હતો.ડો.ચાવડા અનેક શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જોકે શરૂઆતથી જ સ્વભાવે ખૂબ જ વિનમ્ર અને વિદ્વાન હોઇ વિદ્યાર્થીઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે.