મહેસાણા : એકટીવા પર આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા એસ ટી બસ પર પથ્થર મારો : જાણો સમગ્ર ઘટના

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા કમલપથ આગળ રાપર - વડોદરા એસટી બસ પર બે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસટી બસ નંબર GJ 18 Z 6363 રાપર થી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે એસટી બસમાં રાધનપુર થી એક મુસાફર બેઠો હતો.આ મુસાફર દ્વારા બસમાં ગંદકી ફેલાવવામાં આવી રહી હતી જેને લઈને કંડકટર દ્વારા ગંદકી ન ફેલાવવા બાબતે કહેવામાં આવ્યું હતું.
ત્યારે તેણે કંડકટર તેમજ અન્ય મુસાફરો સાથે માથાકૂટ કરી હતી. આ શખ્સ ત્યારબાદ ધીણોજ બસ સ્ટેશન ઉપર આ ઉતરી ગયો હતો અને ત્યાંથી એકટીવા લઈને રાપર વડોદરા એસટી બસનો બે શખ્સો એ પીછો કર્યો હતો. અને છેવટે મહેસાણા સુધી એકટીવા દ્વારા પીછો કરીને આ બે અજાણ્યા શખ્સો દ્વારા એસટી બસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો.
જેને લઇને એસટી બસના પાછળના ભાગના કાચ તૂટી ગયા હતા અને અંદર બેસેલા મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી ત્યારે આ બાબતે કંડકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ જાણ કર્યાના 15 મિનિટ બાદ પણ પોલીસ પહોંચી ન હોવાનું કંડકટર દ્વારા વાયરલ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે.