ઊંઝા : સેવાના ભેખધારી હિતેશ પટેલ(HH)ને "અગ્રણી સામાજીક કાર્યકર" નું મળ્યું સન્માન
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : તાજેતરમાં ન્યુઝ 18 ગુજરાતી ચેનલ દ્વારા શ્રેષ્ઠીઓનું સન્માન ૨૦૨૨ કાર્યક્રમનું આયોજન આણંદ ના જાણીતા રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝાના સામાજિક અગ્રણી, સ્થાપક, ટ્રસ્ટી હિતેષ પટેલ (HH) ને આર. કે. ફાઉન્ડેશન ઊંઝા સંચાલિત ટિફિન સેવાનું સુંદર સંચાલન કરવા અને સમાજ ઉપયોગી કાર્યો કરવા બદલ "અગ્રણી સામાજીક કાર્યકર" (Leading Social Activist) તરીકે કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી ના વરદહસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે હિતેશ પટેલ(HH) છેલ્લા ઘણા વર્ષોથી ઊંઝામાં સામાજિક કાર્યો કરી રહ્યા છે. આર.કે ફાઉન્ડેશનના પાયોનીયર ગણાતા હિતેશ પટેલ માત્ર સામાજિક જ નહીં પરંતુ ધાર્મિક અને સેવાપયોગી કાર્યો કરવામાં પણ સતત અગ્રેસર રહ્યા છે. તેઓ ઊંઝા શહેર ભાજપ કાર્યકારી પ્રમુખ તરીકે પણ હોદ્દો સંભાળી ચૂક્યા છે. હિતેશ પટેલ સ્વભાવે ખૂબ જ સૌમ્ય અને શાંત તેમજ મિલનસાર સ્વભાવને કારણે શહેરમાં પણ ખૂબ જ નામના મેળવી છે. ત્યારે હિતેશ પટેલ ને તેમની કામગીરી બદલ સન્માન મળ્યું તેને લઈને ઊંઝા શહેરની અગ્રણી સંસ્થાઓ તેમજ અગ્રણીઓ અને સામાજિક કાર્યકરોએ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.