ઊંઝા : દીહોડ ફાટક અંડર બ્રિજમાં પડેલ ભ્રષ્ટાચારનાં ગાબડાં પૂરવા યુવા નગરસેવક ભાવેશ પટેલની કલેકટરને રજૂઆત

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : તાજેતરમાં સમગ્ર ગૂજરાત રાજ્યમા સાથનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ જેમાં ઊંઝા નગપાલિકામાં સૌથી નાની ઉંમરના લોકપ્રીય કાયદાના જાણકાર યુવા કોર્પોરેટર ભાવેશ પટેલ એ વિજયી બની ઊંઝા શહેરમાં ઇતિહાસ રચ્યો છે. ત્યારે કામની દ્રષ્ટિએ સમગ્ર ઊંઝા શહેરના કાર્યો માટે નગરજનો નો અવાજ બની સમસ્યાઓ હલ કરવામા હર હંમેશ તેઓ સક્રિય રહ્યા છે.તાજેતરમાં ભાવેશ પટેલે ઊંઝા દીહોડ ફાટક અંડર બ્રિજમાં પડેલ ગાબડાં તેમજ થયેલ ભ્રષ્ટાચાર અંગે કલેકટરને રજૂઆત કરતાં પુનઃ રાજકારણ ગરમાયુ છે. ભાવેશ પટેલે કરેલી ફરિયાદ મુજબ, ઊંઝા દીહોડ ફાટક અંડર બ્રિજના નિર્માણ કાર્ય સમયથી જ ખૂબજ મોટો ભ્રષ્ટાચાર થયો છે. જેને લઇ અગાઉ પણ લેખીત જાણ કરેલી સાથે બ્લોક ટેસ્ટીગ રિપોર્ટ ની માગણી કરેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ઊંઝા દીહોડ ફાટક અંડર બ્રિજમાં ખૂબજ મોટા ગાબડા પડેલ છે. જે થકી નગરજનોને અવર-જવરમાં અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે.
તેમજ ભ્રષ્ટાચારના પુરાવા રૂપી આ ગાબડાઓના કારણે નગરજનો જીવના જોખમ સાથે વાહનનું નુકશાન વેઠવવા મજબૂર થયા છે.જે વિષયને ગંભીરતા પુર્વક લઈ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક માં કડક પગલાં લઈ તત્કાલિક અંડર બ્રિજનું સમારકામ કરાવી. સાથે બ્રિજમાં પડેલ રેત (માટી) ની સફાઈ કરવવા યોગ્ય નિર્દેશ આપવા રજુઆત છે.