અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે રાજ્યના પ્રથમ 'જળ ઉત્સવ'ના પ્રારંભે ભવ્ય 'હોર્સ શો' યોજાયો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે રાજ્યના પ્રથમ 'જળ ઉત્સવ'ના પ્રારંભે ભવ્ય 'હોર્સ શો' યોજાયો

 ગુજરાત માઉન્ટેડ પોલીસ ટીમના ચુનંદા અશ્વ સવારો અને ચુનંદા અશ્વો સાથે યોજાયો ભવ્ય હોર્સ શો

MNF NETWORK : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે રાજ્યના પ્રથમ 'જળ ઉત્સવ'ના પ્રારંભે ભવ્ય 'હોર્સ શો' યોજાયો હતો.

જેમાં સ્ટેન્ડીંગ સેલ્યુટ, પૂરપાટ ઝડપે દોડતાં એક પછી એક એમ ત્રણ ઘોડાઓ દ્વારા જમીન પરથી રોપેલ પેગોને વારફરતી ભાલા દ્વારા ઉપાડવાના કરતબો દર્શાવવામાં આવ્યા હતા. દેશભક્તિના જુસ્સાભર્યા ગીતોના તાલે ઘોડેસવારોના આ કરતબોને મહાનુભાવોએ વધાવી લીધા હતા.