ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે પાણી વિતરણમાં ગોટાળા : લોકોને પૂરતું પાણી ના મળતા ઉગ્ર રોષ

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે પાણી વિતરણમાં ગોટાળા : લોકોને પૂરતું પાણી ના મળતા ઉગ્ર રોષ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે પંચાયત દ્વારા પાણી વિતરણમાં ગોટાળા કરાતા હોવાની ફરિયાદ સામે આવી છે. ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં મન ફાવે તેવા સમયે અનિયમિત રીતે પાણી વિતરણ કરાતું હોવાની ફરિયાદ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે પંચાયત દ્વારા લોકોને અપાતા પાણી વિતરણમાં ગોટાળા થતાં હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં પંચાયત દ્વારા જાણી જોઈને પૂરતું પાણી નહીં આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં જગન્નાથપુરા પ્રાથમિક શાળા ની પાસે આવેલા પરામાં પંચાયત દ્વારા માત્ર 30 મિનિટ પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં કલાક કરતાં પણ વધુ સમય માટે પાણી આપવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે પંચાયત દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક વિસ્તારને એક કલાક પાણી આપવામાં આવશે.

પરંતુ ગ્રામ પંચાયત નો આ નિર્ણય માત્ર અને માત્ર કાગળ સુધી જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે જગન્નાથપુરા પ્રાથમિક શાળા પાસેના પરામાં માત્ર 30 મિનિટ પાણી આપવામાં આવતું હોય છે અને એ પણ પુરા પ્રેસર સાથે પાણી ન આવવાને લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ અંગે જ્યારે ફરિયાદ કરવામાં આવતી હોય છે ત્યારે મન ફાવે તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે.