ગુજરાતમાં હવે શિક્ષક બનવુ થયું અઘરું : ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયા થશે, શિક્ષકોની શા માટે કોન્ટ્રાક્ટ ધોરણે થશે નિમણૂક?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં હવે શિક્ષક બનવા માટે નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સ્નાતક, અનુસ્નાતક કક્ષાના ગુણ તેમજ ટેટ-ટાટાના ગુણ સાથે ઉમેદવારની ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયા યોજવામાં આવશે. જેમાં વૈકલ્પિક પ્રશ્નો તેમજ વર્ણનાત્મક પ્રશ્નો ધરાવતી કસોટીઓ, ઈન્ટરવ્યૂ, તેમજ વર્ગખંડ પ્રક્રિયા નિદર્શનનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય સ્તરના ગુણ ઉમેરીને મેરિટ લિસ્ટ તૈયાર કરાશે.રાજ્યમાં નવી શિક્ષણ નીતિના અમલને લઈને રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની સમિતિએ સરકારને આ અંગે ભલામણ કરી છે.