કોમન એક્ટ : યુનિ.ઓના માળખામાં ઐતિહાસિક, મૂળસોતા ફેરફારો કરાયા

કોમન એક્ટ : યુનિ.ઓના માળખામાં ઐતિહાસિક, મૂળસોતા ફેરફારો કરાયા

યુનિવર્સિટીઓને એક જ બંધારણ હેઠળ આવરી લેતો કાયદો ઘડવામાં આવ્યો

યુનિવર્સિટીઓના વહીવટી તેમજ એકેડેમિક માળખામાં ધરમૂળથી ફેરફાર થયો

એક્ટ લાગુ થતાની સાથે જ વર્ષોથી ચૂંટાતા સેનેટ-સિન્ડિકેટને તિલાંજલિ મળી

Mnf network:  ગુજરાતના ઈતિહાસમા પ્રથમવાર 11 સરકારી યુનિવર્સિટીઓને એક જ બંધારણ હેઠળ આવરી લેતો કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદો લાગુ થતાની સાથે જ યુનિવર્સિટીઓના વહીવટી તેમજ એકેડેમિક માળખામાં ધરમૂળથી ફેરફાર થયો છે.એક્ટ લાગુ થતાની સાથે જ વર્ષોથી ચૂંટાતા સેનેટ-સિન્ડિકેટને તિલાંજલિ મળી છે. ચૂંટણીને તિલાંજલિ આપી શૈક્ષણિક સંસ્થાઓમાથી રાજકીય હસ્તક્ષેપ દૂર કરાયો હોવાના દાવો કરાયા છે, પરંતુ તે વાત માત્ર કાગળ પર જ છે. કારણ કે, રાજકીય દબદબા માટેના દરવાજા તો ખુલ્લા જ રખાયા છે અને તેનું ઉદાહરણ ગુજરાત યુનિવર્સિટીમા જોવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનજમેન્ટમાં એક સિન્ડિકેટ સભ્યનો જ સમાવેશ કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ગત 9મી ઓક્ટોબરથી 11 યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ લાગુ કરાયો છે. આ એક્ટમાં ગુજરાત યુનિવર્સિટી, HNGU-પાટણ, સૌરાષ્ટ્ર યુનિ., ભાવનગર યુનિ., કચ્છ યુનિ., સરદાર પટેલ યુનિ., દક્ષિણ ગુજરાત યુનિ. અને એમએસ યુનિ., નરસિંહ મહેતા, ગુરૂગોવિંદ અને આંબેડકર યુનિ.નો સમાવેશ કરાયો છે. એક્ટ લાગુ કરવાના હેતુઓમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાથી રાજકારણને દૂર કરાયુ, કુલપતિની સત્તા વધારવામાં આવી, બોર્ડ તેમજ કાઉન્સિલમાં નિષ્ણાંત લોકોનો સમાવેશ કરવામાં આવે. એટલે કે, યુનિવર્સિટીઓને નિર્ણયો કરવા માટે સ્વતંત્ર કરવામાં આવી છે.