હોળી પર વતન જવા માટે વિશેષ ઓફર : 999 રૂપિયામાં હવાઈ મુસાફરી, આજથી બુકીંગ શરૂ

હોળી પર વતન જવા માટે વિશેષ ઓફર : 999 રૂપિયામાં હવાઈ મુસાફરી, આજથી બુકીંગ શરૂ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   એરલાઈન કંપની એર ઇન્ડિયા(Air India)ની ક્ષેત્રિય સહાયક એરલાઈન કંપની એલાયન્સ એર(Alliance Air) તેના મુસાફરો માટે મોટી ઓફર લઈને આવી છે. આ ઓફર અંતર્ગત મુસાફરો ફક્ત 999 રૂપિયામાં હવાઈ મુસાફરીની મજા લઇ શકે છે. Alliance Airની આ ઓફર અંતર્ગત 60,000 સીટો બુક થઈ શકશે, જેની કિંમત 999 રૂપિયા હશે.

હોળીના તહેવારોમાં ઘરે જવા માટે આ ઓફર ખાસ ઉપયોગી બની શકે છે.કારણ કે ટ્રાવેલ્સ જેટલા ભાડામાં જ હવે હવાઈ મુસાફરીની માણવા મળશે.આ ફ્લાઇટ નોન મેટ્રો શહેરો માટે છે. કંપનીની ઓફર દિલ્હી અને જયપુર/પ્રયાગરાજ, હૈદરાબાદ અને બેલ્ગામ, અમદાવાદ અને કંડલા, બેંગલુરુ અને કોચી/કોઝિકોડ રૂટ માટે છે.
                                                                                        Alliance Airનો આ સેલ બે દિવસ માટે ખુલ્લો રહેશે. તે આવતીકાલે એટલે કે 13 માર્ચથી શરૂ થશે, જે 15માર્ચ સુધી ચાલશે. 13 થી 15 માર્ચ સુધીના બુકિંગ મુસાફરો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકશે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, એલાયન્સ એર બજેટ-ફ્રેન્ડલી એર ટિકિટ પ્રદાન કરી રહી છે. આનાથી સામાન્ય લોકોને લક્ઝરી ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાની તક મળશે. આ ઓફરમાં બુકિંગ પ્રથમ આવો અને પ્રથમ મેળવો ના આધારે કરવામાં આવશે.