ગીફટ સીટીમાં દારૂબંધીમાં છુટ પણ મર્યાદીત જ હશે
Mnf network: ગુજરાતમાં ગીફટસીટીમાં સરકારે દારૂબંધીમાં આરોપી છુટછાટનો વિવાદ હજું શમ્યો નથી પણ સરકાર તેમાં આગળ વધવા મકકમ છે અને અહી શરાબબંધીમાં ફકત છુટછાટ આપશે. પુરી રીતે દારૂબંધી હટાવી લેશે નહી.
અહી કાયમી વસવાટ કરતા કે ગીફટસીટીમાં કામ કરતી કંપનીઓ અહી કામ કરતા લોકોને જ પરમીટ મળશે.
અહી કામ કરતા લોકોએ તેના અધિકૃત અધિકારી પાસેથી લેખીતમાં મંજુરી રજુ કરવી પડશે અને આ પ્રકારે તેમાં અધિકૃત હોટેલો, રેસ્ટોરન્ટ કે કલબમાંજ બેસીને દારૂ પી શકશે. બહારના અનઅધિકૃત ક્ષેત્રમાં તેઓને આ પ્રકારે મંજુરી અપાશે નહી અને તેમાં નિયમોનું ઉલ્લંઘન થશે તો નશાબંધી કાનુન હેઠળ કેસ પણ થશે. સરકાર તા.9ના રોજ આ અંગેના નિયમો જાહેર કરે તેવા સંકેત છે.