આભાર ગૃહ મંત્રીજી ! આભાર સુરત પોલીસ : વાહન ચોરીની ઓનલાઈન ફરિયાદનો ગજબ કિસ્સો

આભાર ગૃહ મંત્રીજી ! આભાર સુરત પોલીસ : વાહન ચોરીની ઓનલાઈન ફરિયાદનો ગજબ કિસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  ગુજરાતના સૌથી યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના નેતૃત્વ હેઠળ તાજેતરમાં લોકો પોતાની વાહન ચોરી અને મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ ઘરે બેઠા બેઠા કરી શકે તે માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી જેમાં વાહન ચોરી અને મોબાઈલ ચોરીનો ગુનો નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી પરંતુ મોબાઈલના માધ્યમથી ગુનો રજીસ્ટર કરી શકાય છે. જોકે આ સેવા શરૂ થતા ની સાથે જ લોકોએ તેને ખૂબ વખાણી છે

તો બીજી બાજુ ઓનલાઇન મોબાઇલ એપ દ્વારા કરાયેલી વાહન ચોરી અને મોબાઈલ ચોરીની ફરિયાદોને લઈને પોલીસ દ્વારા પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સુરતના વેસુ વીઆઈપી રોડ પાસે આવેલા સુમન ભાર્ગવ માં રહેતા રાકેશભાઈ વિસાભાઈ પટેલ નું એકટીવા ઓપેરા બિઝનેસ હબ પાસેથી ગુમ થયું હતું. જેને લઇને તેમણે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે તેમનું એકટીવા GJ 05 LS 4667 સફેદ કલર નું અંદાજીત કિંમત રૂપિયા 23,000 તા.4 ઓગસ્ટ ના રોજ સવારે 9 વાગે ઓફિરા બિઝનેસ હબ, ભગવાન મહાવીર કોલેજ પાસે થી ગુમ થયું હોવાની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.

ઓનલાઇન ફરિયાદ કરતા ની સાથે જ પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે આ ગુમ થયેલ હોન્ડા એકટીવાની શોધખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાતાં માત્ર ગણતરીના કલાકોમાં જ એકટીવા ની ભાળ મળી ગઈ હતી. આમ સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ ઇ એફઆઇઆર ના આધારે ગુમ થયેલ એકટીવા શોધી કાઢ્યું હતું. જોકે પોલીસની આ કામગીરી ખૂબ જ પ્રશંસનીય બની રહી છે. ફરિયાદ નોંધાવનાર રાકેશભાઈ પટેલે પોલીસની આ ઝડપી કામગીરી જોઈને સંતોષ વ્યક્ત કરતા તેમણે સુરત પોલીસનો આભાર માન્યો હતો અને આ ઓનલાઇન ફરિયાદ પોર્ટલ શરૂ કરાવનાર ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવીનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.