વાહ કયા School હૈ !સુરતની આ શાળામાં ધો.11,12 ના વિદ્યાર્થીઓને મળી એર હોસ્ટેસ થી મેનેજર સુધીની જોબ, જાણીને ચોકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : વિજ્ઞાન અને ટેકનોલોજી ના યુગમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ હરણફાળ સ્પર્ધાઓ જોવા મળી રહી છે. આજના વિદ્યાર્થીઓ માત્ર પુસ્તક પર જ નિર્ભર ન રહેતા યુથ સ્કિલ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ને વેગ આપવા માટે સક્ષમ બની રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા ને શાળાઓ દ્વારા યોગ્ય પ્લેટફોર્મ આપવા માટેની કવાયતો હાથ ધરાઈ રહી છે. ત્યારે સુરતની અડાજણ ખાતે આવેલી એલ.પી. સવાણી વિદ્યાભવનમાં ધોરણ 11 અને 12 ના ગુજરાતી માધ્યમના કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને એર હોસ્ટેસ થી લઈને કંપનીના મેનેજર સુધીની જોબ ઓફર ઇન્ટરવ્યૂ ની ટેક્નિક આપવામાં આવી હતી.
- ધોરણ ૧૧,૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે "સક્ષમ" કાયૅક્રમ અંતગર્ત બિઝનેસની ઝીણવટ ભરી સમજ અને નવા બિઝનેસ ના સ્ટાર્ટ અપ માટેની જરૂરી ટીપ્સ અને સમજ માટે "Youth skill week celebration" નું આયોજન કરાયું હતું.
જે અંતગર્ત Guest Lecture, Biodata Making, Grooming Lecture, Business Movie & Debet, Interview For Future નું આયોજન કરાયું હતું.
વિદ્યાર્થીઓના કારકિર્દી ડ્રીમ પ્રમાણે તેમને જે તે જોબ માટે ના ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા.
શાળાનાં ગુજરાતી માધ્યમનાં આચાર્યા પ્રતિમાબેન સોનીના જણાવ્યા મુજબ, દરેક બાળકમાં કોઈના કોઈ પ્રકારની સ્કીલ રહેલી હોય છે. ત્યારે કોમર્સ ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવે અને આજના આ કોમ્પિટિશનના યુગમાં કેવી રીતે આગળ વધવું તે માટે ધંધાકીય સમજ લેક્ચર દ્વારા આપવામાં આવી હતી.પોતાના ભવિષ્યની કારકિર્દી ને ધ્યાન માં રાખીને બાયોડેટા બનાવ્યા, બિઝનેસ મૂવી ડે માં અલગ અલગ બિઝનેસ ટાઈકૂનની સંધર્ષ અને સફળતાની છણાવટ ડિબેટ દ્વારા કરવામાં આવી. બિઝનેસ સિવાય પણ જોબ એપ્લિકેશનથી લઈ ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું દરેક પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા,પસૅનાલીટ ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, ઈન્ટરવ્યુ એટીકેટસ જેવી સમજ ગ્રુમીગ સેશન દરમ્યાન અને ઇન્ટરવ્યૂ સેશન દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરીને તેમની પ્રતિભા ખીલવવા માટે અનોખો પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો.