ઊંઝા : દર્શનાર્થીના સ્વાંગમાં આવેલ ગઠીયો મૂર્તિના આભૂષણ ચોરી છૂમંતર થઈ ગયો, જુઓ CCTV ફૂટેજનો વિડીયો

ઊંઝા : દર્શનાર્થીના સ્વાંગમાં આવેલ ગઠીયો મૂર્તિના આભૂષણ ચોરી છૂમંતર થઈ ગયો, જુઓ CCTV ફૂટેજનો વિડીયો

ઊંઝા તાલુકાના કામલી ગામે આવેલ બ્રહ્માણી માતાજીના મંદિરનો કિસ્સો.

માતાજીનો મુઘટ તથા કાનના કુંડળ ચોરી રિક્ષામાં બેસી ગઠિયો છૂમંતર થઈ ગયો.

ખબર પડતાં પીછો કર્યો પણ હાથ ના લાગ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  સુરક્ષિત ગુજરાતની બડાશો મારતી રૂપાણી સરકારના શાસનમાં ખુદ ભગવાન પણ સલામત રહ્યા ન હોવાની પ્રતીતિ કરાવતો કિસ્સો તાજેતરમાં ઊંઝા તાલુકામાં બનવા પામ્યો છે.જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ઊંઝા તાલુકાના કામલી જગન્નાથપુરા વચ્ચે આવેલ સુપ્રસિદ્ધ બ્રહ્માણી માતાજીના મંદિર માંથી દર્શનના બહાને આવેલ ગઠિયો રૂપિયા 4500 ની કિંમતના માતાજીનો મુગટ અને કાનના કુંડળ ની ધોળે દહાડે ચોરી કરી પલાયન થઈ જતા સમગ્ર કિસ્સો પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
 
અત્રે નોંધનીય છે કે ઊંઝા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધતા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે ચોરોએ ભગવાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.મંદિરમાં થયેલી ચોરીના CCTV ફૂટેજ લઈને પોલીસે એ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

વિડીયો જોવા માટે નીચે જમણી બાજુની લિંક પર ક્લિક કરો