ભાજપના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અન્નપૂર્ણા યોજના સ્ટોલ પર પહોંચ્યા : કર્યું એવું કામ કે સૌ ચોકી ગયા !

ભાજપના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અન્નપૂર્ણા યોજના સ્ટોલ પર પહોંચ્યા : કર્યું એવું કામ કે સૌ ચોકી ગયા !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : રાજ્યમાં એક વાર ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે, ત્યારે અન્નપૂર્ણા યોજનામાં શ્રમિકોને પાંચ રૂપિયામાં સસ્તું અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે કે નહીં તેની ગુણવત્તા ખુદ ભુપેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત અને કુંવરજી હળપતિએ સ્થળ પર જઈને તપાસી હતી.

ભુપેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને કુવરજી હળપતિ અન્નપૂર્ણા યોજના મા શ્રમિકોને પાંચ રૂપિયામાં આપવામાં આવતું સસ્તુ ભોજન સ્વાદિષ્ટ અને ગુણવત્તા સભર છે કે નહીં તે ચકાસવા માટે સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે જાતે આ ભોજનનો સ્વાદ માણ્યો હતો. એટલું જ નહીં પરંતુ શ્રમિકોને તેમણે જાતે આ ભોજન પીરસ્યું હતું.

જોકે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત ની આ કામગીરીની મીડિયામાં તેમાંથી સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે બળવંતસિંહ રાજપૂત પણ એક એવા રાજકારણી છે જેમણે પોતાની કારકિર્દીનો રસ્તો પોતાની જાતે જ કંડાર્યો છે. એક સામાન્ય પરિવારમાં ઉછરેલા બળવંતસિંહ રાજપૂતે અનેક સંઘર્ષો કર્યા છે અને તેઓ સિદ્ધપુર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસમાંથી પણ ધારાસભ્ય તરીકે અગાઉ ચૂંટાયેલા છે. તે દરમિયાન પણ તેમની કામગીરી પ્રશંસનીય રહી છે.

જોકે બળવંતસિંહ રાજપૂત એક ઉદ્યોગપતિ છે અને સિદ્ધપુર વિસ્તારના તેમને 'ભામાશા' કહેવામાં આવે છે. એક ઉદ્યોગપતિ હોવા છતાં પણ હંમેશા સ્વભાવે સરળ અને સાદગી પૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારે તાજેતરમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેમને ઉદ્યોગ મંત્રી નું પદ પ્રાપ્ત થયું છે ત્યારે ગુજરાતના ઉદ્યોગોમાં એક નવો જ પ્રાણ ફૂંકાશે એવી સૌ આશા વ્યક્ત કરી રહ્યા છે