સુરતની વધુ એક સિદ્ધિ : મનપા કમિશ્નરે કોને મારી બ્રેક? સુરતને Y કેટેગરીમાં મુકાતા કોણ થયું નારાજ?

સુરતની વધુ એક સિદ્ધિ : મનપા કમિશ્નરે કોને મારી બ્રેક? સુરતને Y કેટેગરીમાં મુકાતા કોણ થયું નારાજ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતમાં પ્રથમ ફેબ્રિકેટેડ સ્ટ્રકચર બ્રિજ બનશે જ્યાં કોમર્શીયલ વાહનો માટે નો - એન્ટ્રી હશે. સિંગલ સ્પાન સાથેનો આ ફેબ્રિકેટેડ સ્ટ્રકટર બ્રિજ લિંબાયત ઝોનમાં ડુભાલ માધવબાગ ખાડી  બ્રિજ બનશે જેના પરથી માત્ર હળવા ફોર વ્હીલર વાહનો પસાર થઇ શકશે.

ફેબ્રિકેટેડ સ્ટ્રકટર બ્રિજની વિગત

સ્પાનની લંબાઈ : ૨૭.૩૦૦ મીટર 

સ્પાનનું વજનઃ ૮૦ મેટ્રીક ટન 

લોન્ચીંગ સમય  ઃ ચારથી પાંચ કલાક

સ્પાનઃ સિંગલ

વિકાસ પરવાનગી વગરની સોસાયટી માટે જનભાગીદારી ફાઇલ પર કમિશ્નરની બ્રેક 

સુરતના વરાછા , કતારગામ , ઉધના , લિંબાયત ઝોનમાં બની ગયેલી અસંખ્ય સોસાયટીઓમાં સુવિધા આપવા શાસકો ઉતાવળા બન્યા હતા.પરંતુ જે સોસાયટીઓના પ્લાન મંજુર થયેલા ન હોય અને વિકાસ પરવાનગી વિના જ બની હોય એવી સોસાયટીની ફાઈલો ઉપર સુરત મ્યુનિ. કમિશનર શાલીની અગ્રવાલ એ બ્રેક મારી દીધી છે.

સુરતને Y કેટેગરીમાં મૂકવામાં આવતા પાલિકાના 25 હજાર કર્મીઓને નુકસાન

70 લાખની વસતી હોય મેટ્રોનું કામ શરૂ છતાં મેટ્રો સિટીનો દરજ્જો નહીં.

રાજ્ય સરકારે કર્મચારીઓના એચઆરએમાં ૧૧ વર્ષ બાદ વધારો કર્યો છે . જોકે , સુરતને X કેટેગરીને બદલે Y કેટેગરીમાં રાખવામાં આવતા પાલિકાના ૨૫ હજારથી વધુ કર્મચારીઓને એચઆરએમાં આઠ ટકાનો ફટકો પડ્યો છે . સુરતની વસતિ ૭૦ લાખને પાર કરી ગઇ હોવા છતાં વસતિ ગણતરી બાકી હોવાથી સુરત એક્સને બદલે વાય કેટેગરીમાં જ રહ્યું છે . સુરતને એક્સ કેટેગરીમાં ગણવા માટે પાલિકાના કર્મચારી મંડળોએ ઉગ્ર રજૂઆત કરી છે . અત્રે નોંધનીય છે કે એક્સ કેટેગરીમાં આવતા શહેરોને ૨૪ ટકા એચઆરએનો લાભ મળશે જ્યારે વાય કેટેગરીમાં આવતા શહેરોને ૧૬ ટકા એચઆરએનો લાભ મળશે .  સુરત મેટ્રો સિટી છે એટલે રાજ્ય અને કેન્દ્ર સરકારે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યો છે . સત્તાવાર વસતિ ગણતરી સિવાયના તમામ આંકડા સુરતની વસતિ પચાસ લાખ કરતાં વધારે હોવાનું પુરવાર કરે છે ત્યારે એચઆરએ ચૂકવવા માટે સુરતને વાયને બદલે એક્સ કેટેગરીમાં મૂકવા કર્મચારી મંડળોએ લડત આદરી છે .