સુરત : 1000 કરોડના ટેન્ડર મંજૂરનો રેકર્ડ બ્રેક નિર્ણય : મેયર ફંડ માંથી 158 અરજદારોને 58 લાખની સહાય

સુરત : 1000 કરોડના ટેન્ડર મંજૂરનો રેકર્ડ બ્રેક નિર્ણય : મેયર ફંડ માંથી 158 અરજદારોને 58 લાખની સહાય

આચારસંહિતાની શક્યતાને પગલે સ્થાયી સમિતિમાં 1000 કરોડનાં ટેન્ડર મંજૂર કરાશે.

ગુરુવારે મળનારી સ્થાયી સમિતિના એજન્ડા પર 100 થી વધુ દરખાસ્ત મુકાઈ ,

વધારાના કામ પણ મોટી સંખ્યામાં આવશે.

સ્થાયી સમિતિમાં મંજૂરી બાદ તુરંત મળનારી સામાન્ય સભામાં શાસકો આ કામોને લીલી ઝંડી આપી દેશે

મેયર ફંડ સમિતિની બેઠકમાં વધુ 158 અરજદારોને 58 લાખની આર્થિક સહાય

19 માસમાં રૂપિયા 7 કરોડની તબીબી સહાય ચૂકવવામાં આવી હતી. 

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવનિયુક્ત કમિશનર શાલીની અગ્રવાલ ની નિયુક્તિ એવા સમયે થઈ છે જ્યારે ચૂંટણી ના પડઘમ ગુજરાતમાં વાગી રહ્યા છે. જોકે આચારસંહિતા લાગુ પડે તે પહેલા શહેરના વિકાસ કાર્યો અટકે નહીં તે માટે કમિશનર શાલીની અગ્રવાલ ખૂબ જ ઝડપી નિર્ણયો લઈ રહ્યાં છે. આચારસંહિતાની શક્યતાને પગલે સ્થાયી સમિતિમાં 1000 કરોડનાં ટેન્ડર મંજૂર કરાશે.

  વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા  પહેલાંજાહેર બાંધકામ સમિતિમાં એકસાથે 34.58 કરોડના અંદાજો મુકાયા. 20 મી તારીખે સ્થાયી સમિતિની સાથે સાથે જાહેર બાંધકામ સમિતિ ની બેઠક પણ મળનારી છે . તેમાં પણ રૂ .34.58 કરોડનાં વિવિધ કામોના અંદાજોને મંજૂરી માટે મુકાયા છે , જેમાં પાલનપોર ગામ કેનાલથી પાલ ગૌરવપથ સુધીના હયાત કેનાલ રોડને સિમેન્ટ કોંક્રીટ કરવા , પાલ - પાલનપોર ગામ કેનાલ કલવર્ટથી ગૌરવપથ સુધીના કેનાલ રોડને લાઇનિંગ કરી તેની બંને બાજુ સ્ટ્રીટ ફર્નિચર , કતારગામ ઝોનમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસ , ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં .62 ડિંડોલી - ભેસ્તાન - ભેદવાડ એફ.પી. નં.આર 19 માં વાંચનાલય , રૂ .1 કરોડના ખર્ચે પાલમાં 30 મીટર પહોળાઇના બાગબાન સ્કૂલથી પાલ હજીરા મેઇન રોડ સુધીના ગૌરવપથના બંને તરફના સર્વિસ રોડને રિકાર્પેટ કરવાના અંદાજોનો સમાવેશ થાય છે . 

મેયર ફંડ સમિતિની બેઠકમાં વધુ 158 અરજદારોને 58 લાખની આર્થિક સહાય

19 માસમાં રૂપિયા 7 કરોડની તબીબી સહાય ચૂકવવામાં આવી હતી .

પાલિકામાં મંગળવારે મેયર ફંડ સમિતિની બેઠક મળી હતી . બેઠકમાં સમિતિ સમક્ષ ૧૫૮ અરજીઓ તબીબી સહાય માટે રજૂ થઇ હતી . મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં અરજીઓને બહાલી આપવામાં આવી હતી . દર્દી કે તેમના પરિવારને રૂપિયા ૫૮.૭૩ લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી પાલિકા દ્વારા શહેરી ગરીબ પરિવારો કે પછી આરોગ્યલક્ષી સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરનારા તબીબોને માનવીય અભિગમથી તબીબી સહાય ચૂકવવામાં આવે છે . મેયર ફંડમાં અરજી કરનારા અરજદારોની એપ્લિકેશન ઉપર મેયર ફંડ સમિતિ અંતર્ગત નિર્ણય લેવામાં આવે છે . ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા મંગળવારે મળેલી બેઠકમાં અલગ અલગ ૧૫૮ અરજીઓ રજૂ થઇ હતી . તબીબી લાભાર્થીઓને રૂપિયા ૫૮.૭૩ લાખની આર્થિક સહાય ચૂકવવા નિર્ણય લેવાયો હતો . મળતી વિગતો મુજબ ગત એપ્રિલ -૨૦૨૧ થી અત્યાર સુધી એટલે કે ૧૯ મહિનામાં મેયર ફંડ સમિતિ હેઠળ કુલ રૂપિયા ૭.૦૬ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવ્યુ હતું .