સુરત : ટૌટે વાવાઝોડુ કામરેજના આ વ્યક્તિ માટે મોત બનીને આવ્યું, ચેતવણી સમાન કિસ્સો
વાવાઝોડાને પગલે વૃક્ષ નીચે ન ઉભા રહેવા મોર્નિંગ ન્યુઝ ફોક્સ ની વાચકોને અપીલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ટૌટે (tautkae) વાવાઝોડાને પગલે ગઈ કાલથી સુરતમાં ભારે પવન ફૂંકાયો હતો તેમજ વાતાવરણમાં ધુળની ડમરીઓ ઉડી હતી. ત્યાર બાદ વરસાદી છાંટા પણ પડયા હતા. ભારે પવનને પરિણામે ક્યાંક શેડ પડવાની ઘટનાઓ બની હતી. તો બીજી બાજુ મહાકાલ વૃક્ષો ધરાશાયી થઇ જવાની પણ ઘટના બની હતી. જેમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા કામરેજમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકના ગામમાં ભારે પવનને કારણે એક મહાકાય વૃક્ષ નો ભાગ ધરાશાયી થતા દાનાભાઈ આહીર તેની નીચે દટાઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા જોકે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા
દાણાભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ પશુપાલન કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ત્રણ દીકરા પણ છે. આજે રવિવારે તેઓ ઝાડ નીચે હતા ત્યારે અચાનક ભારે પવન ફૂંકાયો હતો.ભારે પવનના કારણે ભીમકાય ઝાડનો એક ભાગ તૂટી પડ્યો હતો. અને તેના નીચે રહેલા દાનાભાઈ દટાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
(નોંધ : વાવાઝોડા ને પગલે આપના વિસ્તારના સમાચારો, ફોટોગ્રાફ્સ અમને વ્હોટ્સ એપ નંબર : 8905477233 પર નામ,એડ્રેસ સાથે મોકલો)
( વિવિધ સમાચારો મેળવવા અમારું ફેસબુક પેજ Morning News Focus લાઈક કરો.)