સુરત ભાજપના કાંકરા ખરવા લાગ્યા : ભાજપના દિગજ્જ નેતા સમર્થકો સાથે AAP માં જોડાયા, ભાજપ સામે કર્યો મોટો આક્ષેપ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતમાં ભાજપમાં એક પછી એક કાંકરા કરવા લાગ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે તાજેતરમાં જ ૧૩મી મેના રોજ મરાઠી પાટીલ સમાજના અગ્રણી દીપકભાઈ પાટીલ ૪૦થી ૫૦ જેટલા હોદ્દેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજે વધુ એક ભાજપના દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના સમાચારો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના ફેસબુક પેજ પરથી પ્રાપ્ત થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ભાજપનો પાયો નાખનાર એવા સમાજસેવક તેમજબપૂર્વ કોર્પોરેટર અને પ્રદેશના પૂર્વ હોદ્દેદાર એવા હાલમાં શહેર કારોબારી સભ્ય રમેશભાઈ ગોટાવાલા આજરોજ તેમની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે ભરતભાઈ બોમ્બેવાલા, રાકેશભાઈ ગરીબ નવાજવાલા, ગીતેશભાઈ ગાયવાલા, વિનોદભાઈ કોઠીવાલા, મેહુલભાઈ દૂધવાલા, હંસાબેન ચપડીયા (શહેર કારોબારી સભ્ય, ભાજપ), સંજયભાઈ વખારિયા (કાર્યકર્તા, ભાજપ) સહિતના મોટી સંખ્યામાં સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેમને AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ આવકાર્યા હતા
રમેશભાઈ ગોટાવાલા એક પ્રતિષ્ઠિત સમાજ સેવક છે, તેઓ વર્ષોથી તમામ લોકોને મેડિકલ સાધનો નિઃશુલ્ક પુરા પાડે છે, આજે તેઓએ જણાવ્યું હતું કે, ' 35 વર્ષ ભાજપમાં કામ કર્યા પછી હવે મને પીડા અને દુઃખ થાય છે. ભાજપ ભ્રષ્ટ અને ગુંડાઓની પાર્ટી બની ગઈ છે. હું ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઉ છુ.'