સુરત : રેમ ડેસીવર મુદ્દે AAP ના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કરી મોટી માંગ, જાણીને સુરતીઓ કહેશે, ' સહી બાત હૈ '

સુરત : રેમ ડેસીવર મુદ્દે AAP ના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કરી મોટી માંગ, જાણીને સુરતીઓ કહેશે, ' સહી બાત હૈ '

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને રેમડેસિવીર ઇન્જેક્શન દર્દીઓને પૂરા પાડવા માટે કહેવામાં આવ્યુ છે. સુરત સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે દર્દીના સગા સંબંધીઓ ઇન્જેક્શન લેવા માટે અલગ-અલગ હોસ્પિટલો અને અલગ-અલગ મેડિકલ સ્ટોરની બહાર કલાકો સુધી લાઈનો લગાવીને ઉભા રહે છે. તો કેટલીક જગ્યાઓ પર ઇન્જેક્શનની કાળાબજારી થતી હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરોને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર પડશે તો તેમણે ફ્રીમાં ઈન્જેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના ક્વોટામાં ટ્રાન્સફર થયેલા દર્દીઓને સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી આધારકાર્ડ બતાવીને વધારેમાં વધારે 6 ડોઝ મળી શકશે એવી જાહેરાત કરાઇ છે.

ત્યારે સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીએ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર અને માત્ર સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ અને કોર્પોરેટરો તેમજ પૂર્વ કોર્પોરેટરો ને જ ઇન્જેક્શન ફ્રી શા માટે ? સરકાર દ્વારા કોરોના ને જ્યારે મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે ત્યારે સુરતમાં જે લોકો કોરોના નો ભોગ બન્યા છે અને જેમને ઇન્જેક્શન ની જરૂરિયાત છે એવા તમામ લોકોને ઇન્જેક્શન ફ્રીમાં મળવા જોઈએ. કારણકે સુરતીઓ ટેક્સ ભરે છે ત્યારે તેમને આવી કોરોનાની મહામારી માં ઇન્જેક્શન ફ્રી મળવા જોઈએ.

તો બીજી બાજુ સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ લાલ ડાયરી ધરાવે છે અથવા પૂર્વ કોર્પોરેટર અને હાલનાં વર્તમાન કોર્પોરેટરોને લાલ ડાયરી સેવાના માધ્યમથી આરોગ્યની દ્રષ્ટિએ આપવામાં આવે છે. એટલે આમાં કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને તેમના આશ્રિતોને કોરોનાની ગંભીર મહામારીમાંથી પસાર થઈ રહ્યાં હોય તો તેમને ઇન્જેક્શન આપવામાં આવશે. જે લાલ ડાયરીના માધ્યમથી એકદમ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. જેથી કરીને તેઓ કોરોના મહામારી વચ્ચે તેઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવી શકે અને સુરતની જનતાને બને ત્યાં સુધી ઝડપથી આ મહામારીમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરે.