ગાંધીનગર : ભાજપ કોંગ્રેસ ન કરી શકી એ કામ AAP એ કર્યું : સફાઈ કામદારોએ AAP ને ટેકો જાહેર કર્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં આમ આદમી પાર્ટીને દિન-પ્રતિદિન જનસમર્થન મળી રહ્યું છે ત્યારે ગુજરાતની રાજધાની ગણાતા ગાંધીનગરમાં સફાઇ કર્મીઓ દ્વારા પણ આમ આદમી પાર્ટી ને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરની સફાઈ કરતા રોજમદાર સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓનું સમાધાન લાવનાર આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડીને ખુલ્લો ટેકો જાહેર કરાયો છે.
છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવીને તેમની પડતર માંગણીઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું ન હતું. ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 10 ના ઉમેદવાર ડો. હાર્દિક તલાટી તેમજ વીરેંદ્રસિંહ દ્વારા કોર્પોરેશન તંત્રમાં રોજમદાર સફાઈ કામદારોના પગારમાં વધારો કરી બેંક મારફતે પગાર કરવામાં આવે તેવી અનેક રજૂઆત કરવામાં આવી હતી. જેનાં કારણે સફાઈ કામદારોની સમસ્યાનો અંત આવી ગયો હતો.
સફાઈ કામદારોના જણાવ્યા મુજબ, આપ થકી હવે રૂ. 348 રોજિંદું વેતન મળતું થયું છે. અને પગાર પણ બેંકમાં સીધો જમા થવા લાગ્યો છે.સફાઈ કામદારોની વર્ષોથી માંગણી રહી છે કે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવે. પડતર માંગણીઓ સંદર્ભે આમ આદમી પડખે આવતાં તેઓએ આપને સમર્થન જાહેર કર્યું છે.