બંગાળની ચૂંટણીમાં વિજેતા બનેલ આ મહિલાની આખા દેશમાં થઈ રહી છે ચર્ચા, PM મોદીએ પણ કરી છે પ્રશંશા, હકીકત જાણી તમે પણ કરશો પ્રસંશા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પશ્ચિમ બંગાળ ની ચૂંટણીમાં ભલે હાર-જીત ગમે તેની થઈ હોય પરંતુ આ ચૂંટણીમાં એક એવા મહિલા ઉમેદવાર ચૂંટણી જીત્યા છે કે જેને લઇને સમગ્ર દેશમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપની સીટ ઉપરથી ચૂંટણી જીતેલ ઉમેદવાર ચંદના બાઉરીએ ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી પંચને આપેલા એફિડેવિટ મુજબ, તેમના પોતાના બેન્ક ખાતામાં ફક્ત 6,335 રૂપિયા છે, જ્યારે તેમના પતિના ખાતામાં માત્ર 1561 રૂપિયા જમા છે.
પોતાના ચૂંટણીના સોગંદનામામાં ચંદનાએ જણાવ્યું છે કે તેની પાસે રૂ. 31,985, જ્યારે પતિની પાસે 30,311ની સંપત્તિ છે. ભાજપના ઉમેદવાર ચંદના અથવા તેમના પતિ કોઈ પ્રકારની ખેતીની જમીનના માલિક નથી અને તેઓ રોજિંદા વેતન પર મજૂરી કરીને પોતાનું પરિવાર ચલાવે છે. ઘરમાં ત્રણ ગાય અને ત્રણ બકરીઓ પણ છે. ચંદનાને ત્રણ બાળકો છે.
પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાની સાલતોડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચંદના બાઉરી પ્રથમ વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેમણે TMCના ઉમેદવાર સંતોષકુમાર મંડળને 4 હજાર કરતાં વધુ મતોથી પરાજિત કર્યા છે. આ બેઠકની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રચારમાં આ ક્ષેત્રના ઉમેદવારની ઘણી વાર ચર્ચા કરી ચૂક્યા છે. જ્યારે ભાજપે તેમને સાલતોડા બેઠક પરથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા ત્યારે તેમને તેની જાણકારી પડોશીઓ પાસેથી મળી. તેઓ ત્યારે ઘરે જ હાજર હતા.
ચંદના તેના પતિ કરતા વધુ શિક્ષિત છે, તેના પતિ માત્ર આઠમું પાસ છે જ્યારે ચંદનાએ પોતે 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. પતિ-પત્ની બંને મનરેગા કાર્ડ ધારક છે. ચંદના અને તેના પતિ ગયા વર્ષે જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે 60,000 રૂપિયાની પહેલો હપ્તો મળ્યો છે, જેની મદદથી બંનેએ બે રૂમનું પાકું ઘર બનાવ્યું છે. ચંદનાના પતિ શ્રવણ પહેલા ફોરવર્ડ બ્લોકના સભ્ય હતા, પરંતુ તેમનું કહેવું છે કે જ્યારે 2011માં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની હતી, ત્યારે ટીએમસીના કાર્યકરોએ તેમને પરેશાન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.