MLA ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં ઊંઝા-વડનગર વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા APMC એ લીધો અભૂતપૂર્વ નિર્ણય, જાણીને કરશો પ્રસંશા
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : હાલમાં કોરોના કાળમાં દિન-પ્રતિદિન કોરોના ના કેસો જ્યારે વધી રહ્યા છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ના કેસો માં ઉછાળો આવ્યો છે.ત્યારે ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો. આશાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એશિયાની સૌથી મોટી એપીએમસી ઊંઝા દ્વારા ઊંઝા વિધાનસભા વિસ્તારના ઊંઝા અને વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ આગળ વધતું અટકે તે માટે એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ તથા ડિરેકટર ગણ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકોમાં કોરોના ના પ્રાથમિક લક્ષણો જેવા કે શરદી, ખાંસી ઉધરસ થી પીડાઈ રહ્યા હોય તેવા લોકોમાં મેડિકલ કીટ નું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ મેડિકલ કીટ માં શરદી,ખાંસી, ઉધરસ ની પ્રાથમિક દવાઓ તેમ જ માસ્ક અને સેનેટાઈઝર નો સમાવેશ કરવામાં આવ્યો હતો. તાલુકાના આરોગ્ય વિભાગને સાથે રાખીને સ્થાનિક કાર્યકરો અને આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગામમાં જે લોકોમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો હતા તેવા લોકોને આ કીટો આપવામાં આવી હતી. જેથી કોરાનાનું સંક્રમણ વધતું અટકે અને જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છે કે જેઓ મોંઘી સારવાર લઈ શકે તેમ નથી તેવા લોકો ઘરે બેઠાં જ દવા લઈને કોરોના ને હરાવી શકે.
અત્રે નોંધનીય છે કે ઊંઝા-વડનગરના વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્વારા શરૂઆતથી જ કોરોના ના કેસો ને અટકાવવા માટે 'પાણી પહેલાં પાળ' બાંધવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ઊંઝા અને વડનગરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ કે જેમાં ઓક્સિજનનું લેવલનેનીચું જતું હોય તેવા દર્દીઓ માટે પણ અગાઉથી જ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. એટલું જ નહીં ડો. આશાબેન ની રજૂઆતને પગલે ઊંઝામાં ઓક્સિજન પ્લાન્ટ પણ પ્રધાનમંત્રી કેર્સ ફંડમાંથી મંજૂર કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ વડનગરમાં ઓક્સિજન બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સંપૂર્ણ સારવાર મળી રહે.