ઊંઝા : નગર પાલિકા ચુંટણીમાં આ વખતે પણ અપક્ષ મેદાન મારશે ! ભાજપને કઈ ભૂલ ભારે પડશે ? જાણો

ઊંઝા : નગર પાલિકા ચુંટણીમાં આ વખતે પણ અપક્ષ મેદાન મારશે ! ભાજપને કઈ ભૂલ ભારે પડશે ? જાણો

નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકરોની ઉપેક્ષા કરી નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા પાછળ ભાજપની કઈ મજબૂરી હતી ?

જિલ્લા ભાજપ પ્રમુખ અને ઊંઝા ધારાસભ્ય આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

જે વોર્ડમાં ચૂંટણી છે એ વોર્ડના મતદારોએ અગાઉ ભાજપને જાણકારો આપી અપક્ષની કરી હતી પસંદગી .જીત્યા હતા ભાવેશ પટેલ.

ભાવેશ પટેલને નગરપાલિકાના કૌભાંડો ને ઉજાગર કરતા સત્તા ના જોરે તેમને કરાવવામાં આવ્યા હતા સસ્પેન્ડ.

ભાવેશ પટેલને ફરીથી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભર્યું છે ફોર્મ.

ભાવેશ પટેલે વિશાળ રેલી યોજી ભર્યું હતું ચૂંટણી ફોર્મ

આ વોર્ડના મતદારો માં ભાવેશ પટેલ છે લોકપ્રિય નેતા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકાની ખાલી પડેલી સીટ પર આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ માંથી કોને ટિકિટ મળશે એને લઈને અનેક ચર્ચાઓ ચાલતી હતી.ત્યારે છેવટે ભાજપે પોતાના મુરતિયા નું નામ જાહેર કરી આ અટકળો પર પૂર્ણવિરામ તો મૂકી દીધું પણ સાથે સાથે કાર્યકરોને પરોક્ષ મેસેજ આપી દીધો કે ચૂંટણી લડવા માત્ર પ્રચારમાં દોડવાથી કે પક્ષના ખેસ પહેરી કામ કરવાથી નહિ પણ આર્થિક રીતે સધ્ધરતા પણ એટલી જ જરૂરી છે.

ઊંઝામાં ઉમેદવારનું નામ જાહેર થતાં જ ' કાગડો દહિથરું લઈ ગ્યો ' વાળી ઉક્તિ ક્યાંક યથાર્થ ઠરી રહી હોય એમ લાગતું હતું.જો કે હાલમાં ઊંઝા ભાજપમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ,જે ઉમેદવારને ટિકિટ મળી છે એ સક્રિય ઉમેદવાર તો દૂરની વાત પણ કદાચ ભાજપના કોઈ કાર્યક્રમમાં ક્યાંય દેખા દીધી હોય તેવું ભાગ્યે જ હશે.બીજી બાજુ ભાજપના ખેસ પહેરી-પહેરાવી પોતાના કામધંધા પડતા મૂકી પક્ષ માટે તનતોડ મહેનત કરનાર કાર્યકરો ને ભાજપે નજર અંદાજ કરીને જે ટિકિટ નો ખેલ ખેલ્યો છે એ કેટલો સફળ નીવડશે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.

જો કે મોર્નિંગ ન્યુઝ દ્વારા આ અંગે ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખને ટેલીફોનીક પૂછવામાં આવ્યું તો આ બંને નેતાઓ મગ નું નામ મરી પાડવા તૈયાર ન હતા. જો કે બીજી બાજુ આ સીટ પર અગાઉ ભાવેશ પટેલ અપક્ષ માંથી જીત્યા હતા.પણ ભાજપના જુદા જુદા કૌભાંડો નો ભાવેશ પટેલે પર્દાફાશ કરતાં એક અભિમન્યુને હરાવવા જેમ આખી સેના મેદાને પડી હતી એમ ભાવેશ પટેલને નગર સેવક માંથી દૂર કરવા ભાજપે એડી ચોટીનું જોર લગાવી ને છેવટે ભાવેશ પટેલને સભ્ય પદેથી દૂર કરાયો હતો.જેની સીટ ખાલી પડતા હવે આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માં ફરીથી ભાવેશ પટેલે મેદાન માં આવતા હવે એકવાર ફરીથી રાજકારણ ગરમાયું છે.

બીજી તરફ આ વોર્ડ ના મતદારોએ અગાઉ ભાજપને જાકારો આપી અપક્ષ ની પસંદગી કરી હતી એટલે આ વખતે પણ ભાજપ માટે આ સીટ જીતવી કદાચ દિવાસ્વપ્ન જ બની રહે તો નવાઈ નહિ ! આ વોર્ડના મતદારો કોઈ સિમ્બોલ જોઈને વોટ આપી દે એટલા મૂર્ખ નથી બલ્કે સો ટચ સોનાની ખાતરી કરી જે ઉમેદવાર એમના પ્રશ્નોને સાંભળી અને અડધી રાતે જે ઉમેદવારનો દરવાજો ખટખટાવી શકાય એવા ઉમેદવારને જ જીતાડનાર છે એવું માની શકાય જેનું પ્રતિત પ્રમાણ અગાઉ ભાજપને જાકારો આપી અપક્ષની કરેલી પસંદગી છે. અન જોકે હાલમાં ભાજપે જે ઉમેદવારને ટિકિટ આપી છે તે ઉમેદવાર ખૂબ જ સુખી સંપન્ન છે અને કદાચ પ્રજા હિતના કાર્યો કરતા પોતાના વ્યવસાયમાં વધારે રસ ધરાવતો હોય તો નવાઈ નહીં ? ત્યારે પ્રજા આવા ઉમેદવાર પાસે પોતાના વિકાસના કામોની કેટલી અપેક્ષા રાખી શકે એ આ વિસ્તારના મતદારો ખૂબ સારી રીતે સમજે છે ત્યારે આવનાર સમયમાં આ જંગ કેટલો દિલચશ્પ બનશે એ તો હવે જોવું રહ્યું.!