અમદાવાદ અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખોના નામની જાહેરાત, જાણો કોની લાગી લોટરી

અમદાવાદ અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખોના નામની જાહેરાત, જાણો કોની લાગી લોટરી

સી.આર પાટીલે અમદાવાદ શહેર સાથે ગાંધીનગર જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી.

અનિલભાઈ પટેલ ગાંધીનગર જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત
બેનનાં જૂથના પ્રવીણ પટેલ અને જગદીશ પટેલ કપાયા.

પૂર્વ મેયર અમિત શાહની શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક, અગાઉ ટિકિટ કપાઈ હતી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  અમદાવાદ અને ગાંધીનગરના ભાજપ શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.,અમદાવાદના પૂર્વ  મેયર અમિત શાહને અમદાવાદના ભાજપ શહેર પ્રમુખ બનાવાયા છે, આ પહેલા જગદીશ પંચાલ વિવાદોમાં ઘેરાયેલા હોવાથી તેમને રીપિટ ન કરાયા. જગદીશ પંચાલ વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી હોવાથી રીપિટ કરાયા નથી.

તો બીજી બાજુ ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક કરી છે. નોંધનીય છે કે, ગત અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે અમિત શાહને ટિકિટ આપી નહોતી. તેમજ તેમના પુત્રને પણ ટિકિટ મળી નહોતી. ભાજપ દ્વારા બેથી વધુ વાર ચૂંટાયેલા અને નેતાઓના સગાઓની ટિકિટ નહીં આપવાનું નક્કી કરવામાં પિતા-પુત્રને ટિકિટ મળી નહોતી.