ઊંઝા : ભાજપ દ્વારા PM મોદીજીના 73 મા જન્મ દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી

ઊંઝા : ભાજપ દ્વારા  PM મોદીજીના 73 મા જન્મ દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ભારતીય જનતા યુવા મોરચો મહેસાણા જિલ્લો તેમજ ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર દ્વારા આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદીના ૭૩ મા જન્મદિવસ પ્રસંગે તા. 17/9/2023 ને રવિવાર ના રોજ સવારે 11.00 કલાકે પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનવ મંદિરમાં વિકલાંગ બાળકોનો સંગીત કોમ્પિટિશન કાર્યક્રમ કરવામાં આવ્યો.

જેમાં બાળકો દ્વારા અદભુત અદ્વિતીય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે ઊંઝા શહેર પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ, એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, ઊંઝા નગપાલિકાના ઉપપ્રમુખ પ્રિયંકાબેન, મહેસાણા જિલ્લા યુવા પ્રમુખ મયુરભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રમુખ વિજય જોશી, જિલ્લા કારોબારી સભ્ય હેમિલ પટેલ, ઊંઝા શહેર મહામંત્રી પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ વિશાલ પટેલ, તેમજ સંગઠનના તેમજ મોરચાના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર દ્વારા યશસ્વી અને કર્મઠ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિન પ્રસંગે સિવિલ હોસ્પિટલ ઊંઝા તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊંઝા ખાતે દર્દીઓને ફુટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેરના સંગઠનના કાર્યકરો તથા ઊંઝા નગરપાલિકાના પ્રમુખશ્રી દીક્ષિતભાઈ પટેલ તથા ઉપપ્રમુખશ્રી પ્રિયંકાબેન પટેલ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા.