ઊંઝા : APMC દ્વારા રાહત દરે નોટબુક અને ચોપડાઓ નું વિતરણ શરૂ

આજે પ્રથમ દિવસે નોટબુક અને ચોપડા લેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા

ઊંઝા : APMC દ્વારા રાહત દરે નોટબુક અને ચોપડાઓ નું વિતરણ શરૂ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : એશિયાના સૌથી મોટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે ઉત્તમ પ્રકારની નોટબુકો અને ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે ચાલી રહી છે.જેના ભાગરૂપે આ વર્ષે પણ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના હસ્તે નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આ વિસ્તારના વિદ્યાર્થીઓને સસ્તા અને રાહત દરે નોટબુક અને ચોપડા પ્રાપ્ત થાય તે માટે એપીએમસી દ્વારા દર વર્ષે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે.

હાલમાં એપીએમસી ઊંઝા ભોજનાલય ખાતેથી સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ચોપડાનું વિતરણ કરવામાં આવે છે જેમાં નોટબુક ડઝન 250 રૂપિયા અને ચોપડા પ્રતિ ડઝન 350 રૂપિયા તથા A 4સાઈઝ ચોપડા લોંગ બુક પ્રતિડઝન 450 રૂપિયાના ભાવે વિતરણ કરવામાં આવી રહ્યા છે. જોકે આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોપડા અને નોટબુકો લેવા માટે ઉમટી પડ્યા હતા.