Exclusive : હાઇકોર્ટના નિર્દેશ બાદ ગુજરાતમાં લોકડાઉન લદાશે કે નહીં ? આવ્યા સૌથી મોટા સમાચાર : શુ છે સરકારની ત્રિપલ T ફોર્મ્યુલા?
સુરતમાં પ્રવર્તમાન કોરોના સંક્ર્મણની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ટ્રિપલ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું. : CM રૂપાણી
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે નેતાઓ અને લોકોમાં હજુ પણ લોક જાગૃતિનો અભાવ છે. ક્યાંક લોકો જાણી જોઈને માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. તો ક્યાંક સોશિયલ distance નો સતત ભંગ થઈ રહ્યો છે. જેને પરિણામે લોકો કોરોનાથી સતત સંક્રમિત થઈ રહ્યા છે અને કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને ત્રણથી ચાર દિવસના lockdown અંગેનો નિર્દેશ કરવામાં આવ્યો હતો જેને લઈને આજે સુરત ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું.
જો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરતના આરોગ્યમંત્રી કુમાર કાનાણી સહિતના અનેક નેતાઓ આ ઉચ્ચસ્તરીય મિટિંગમાં હાજર રહ્યા હતા. ત્યારે મીડિયામાં એવી ચર્ચા ચાલતી હતી કે ગુજરાતમાં ત્રણ થી ચાર દિવસનું lockdown આવી શકે છે. જેને લઇને મોટા શહેરોમાં લોકોની મોલ અને બજારમાં વસ્તુઓની ખરીદી માટે પણ ભારે ભીડ ઉમટી હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.
ત્યારે મળતી માહિતી મુજબ ગુજરાતમાં lockdown લદાશે કે નહીં તેને લઈને આધારભૂત સૂત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે હમણાં ગુજરાતમાં lockdown લગાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. ઉપરાંત વીકેન્ડમાં કરફ્યુ લાદવા નો પણ સરકારનો કોઇ જ ઇરાદો ન હોવાનું જાણવા મળ્યું છે. હા પરંતુ એ વાત ચોક્કસ છે કે હાલમાં જે પરિસ્થિતિ છે તેને વધારે ટાઇટ કરવામાં આવશે. જેથી લોકો સતત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટનસનું નું પાલન કરતા થાય. ત્રીપલ T નું પાલન કરાવવા માટે કડક પગલા લેવાઈ શકે છે.
વધુ માહિતી પ્રમાણે સુરતમાં હાલમાં કોરોના ના કેસો ભલે વધી રહ્યા હોય પરંતુ સ્થિતિ કંટ્રોલમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ હજુ પણ જો સ્થિતિ બગડે તો પણ તેને પહોંચી વળવા માટે સરકારી તંત્ર સજજ બની રહ્યું હોવાનું પણ જાણવા મળેલ છે. જોકે સુરત માં લોકો હજુ પણ ક્યાંક માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. જેને લઇને કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ lockdown કે વિકેન્ડ કર્ફ્યુ વિશે સરકારમાં હાલ કોઈ જ અણસાર નહીં દેખાતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જેથી લોકોએ ખોટી રીતે દોડાદોડી કરવાની કોઈ જરૂર નથી.