ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર : જો ગુજરાતમાં લોકડાઉન લદાય તો ચૂંટણી યોજાશે કે નહીં ?

ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર : જો ગુજરાતમાં લોકડાઉન લદાય તો ચૂંટણી યોજાશે કે નહીં ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર :   ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના ના કેસો ને લઈને રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા મીની lockdown લાદવાના નિર્દેશો આપ્યા છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ પણ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં ગાંધીનગરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા નિર્ણય લેવાઈ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટના નિર્દેશાનુસાર જો ગુજરાતમાં lockdown લાવવામાં આવે તો ગાંધીનગરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલાઈ શકવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે રાજ્ય સરકાર નું સ્ટેન્ડ શુ રહેશે તે જોયા બાદ આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા પછી ચૂંટણી પંચ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ નિર્ણય લેતું હોય છે. ત્યારે જો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં હાઇકોર્ટના નિર્દેશાનુસાર lockdown લાવવામાં આવે તો સ્વાભાવિક છે કે રાજ્ય ચૂંટણી પંચ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડોક સમય માટે પાછી ઠેલવાનો નિર્ણય લઈ શકે છે. જો કે જોવું એ રહ્યું કે હવે ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે કે પછી પાછી ઠેલાશે ? આજે સાંજ સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે.