Breaking news: વિધાનસભામાંથી નીકળી ગયું કાગળિયા રાજ, દ્રોપદી મુરમું ના હાથે થશે પેપરલેસ પદ્ધતિ નું ઉદ્ઘાટ

Breaking news: વિધાનસભામાંથી નીકળી ગયું  કાગળિયા રાજ, દ્રોપદી મુરમું ના હાથે થશે પેપરલેસ પદ્ધતિ નું ઉદ્ઘાટ

Mnf breakingnews :રાષ્ટ્રપતિના હસ્તે 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સચિવ ડી એમ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વન નેશન વન એપ્લીકેશનના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને ડિજિટલ બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


ગુજરાત વિધાનસભા સચિવએ વધુમાં જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરને બુધવારના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનો ઉદ્ઘાટન કરશે અને ગુજરાત વિધાનસભાને સંબોધન પણ કરશે.

નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની માથાકૂટ રહેશે નહીં.