Breaking: ધો.10 અને 12 ના પરિણામો ને લઇ મોટા સમાચાર : ક્યારે આવશે પરિણામ ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ : આ વર્ષે લોકસભાની ચૂંટણીઓને કારણે ગુજરાતમાં પ્રથમ વખત ધોરણ 10 અને 12 નું પરિણામ વહેલું જાહેર કરવામાં આવનાર છે. જોકે હાલમાં તમામ ધોરણના દરેક વિષયના પેપરોનું ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. માર્ક્સની ડેટા એન્ટ્રી પણ ઝડપથી થઈ રહી છે, ત્યારે આગામી 20 એપ્રિલ પછી પરિણામો જાહેર થવાની શક્યતાઓ રહેલી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમા ધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી.જે કામગીરી આજે પૂર્ણ થશે.
પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે.મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેરકરવામાં આવશે.
અગાઉના પાંચ વર્ષોમાં માસ વાર જાહેર થયેલ પરિણામો