મહેસાણા સરદાર પટેલ ગ્રુપે જણાવ્યું હતું કે આ ઘટના સરદાર પટેલનું નહીં પરંતુ સમગ્ર હિન્દુ રાષ્ટ્ર ભારતનું અપમાન છે.

મહેસાણા સરદાર પટેલ ગ્રુપે જણાવ્યું હતું કે આ ઘટના સરદાર પટેલનું નહીં પરંતુ સમગ્ર હિન્દુ રાષ્ટ્ર ભારતનું અપમાન છે.

Mnf network:  મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોનમાં અસામાજિક તત્વોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડફોડ કરી હતી. જેમાં સરદાર પટેલ ગૃપ દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને એસપીજી ગ્રુપ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી આ કૃત્ય કરનાર અસામાજીક તત્વોને પકડી પાડવા રજૂઆત કરી હતી.

25 જાન્યુઆરીના રોજ, મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના મેકડોનમાં અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્રીય એકતાના પ્રતીક અને અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી.

મૂર્તિ પણ બાળી હતી. ઘટના અંગે મહેસાણા સરદાર પટેલ ગ્રુપે જણાવ્યું હતું કે આ ઘટના સરદાર પટેલનું નહીં પરંતુ સમગ્ર હિન્દુ રાષ્ટ્ર ભારતનું અપમાન છે. આવા કૃત્યો કરનારાઓ સામે સમગ્ર ભારતીય જનતામાં ગુસ્સો છે.