ઊંઝા : નગર પાલિકામાં ભાજપ ને પછાડી ભાજપ સત્તામાં : કહી ખુશી, કહી ગમ !

ઊંઝા : નગર પાલિકામાં ભાજપ ને પછાડી ભાજપ સત્તામાં :  કહી ખુશી, કહી ગમ !

ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચુંટણી આજરોજ યોજાઈ 

પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઇ ચૂંટણી

નવા પ્રમુખ તરીકે જીજ્ઞા બેન પટેલ ની વરણી 

જીગ્નાબેન પટેલ વોર્ડ નંબર - ૩ ના છે કોર્પોરેટર 

તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ આપતાં આ ચૂંટણી યોજાઈ

દીક્ષિત ભાઈ પટેલે પ્રમુખ પદે નગરના વિકાસ માટે લીધા હતા ઝડપથી નિર્ણયો

દીક્ષિતભાઈ પટેલે માત્ર 16 અઠવાડિયામાં નગરના વિકાસ માટે 16 મહત્વના નિર્ણયો લીધા હતા

આજે નગરપાલિકાના સભાખંડમાં યોજાઇ ચૂંટણી

ઊંઝા નગરપાલિકામાં છે ભાજપનું શાસન

સર્વાનુમતે પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પટેલ ચુંટાયા

ઊંઝા પાલિકાના ૩૬ કોર્પોરેટર માંથી ૩૬ કોર્પોરેટર હાજર રહ્યા

પ્રમુખ પદ માટે આજરોજ એકજ ફોર્મ ભરવામાં આવતા બિન હરીફ તરીકે જીજ્ઞા બેન પટેલ ની વરણી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન ના નેતૃત્વમાં અનેક દાયકાઓ પછી નગરપાલિકામાં ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું. પરંતુ આશાબેન ના અકાળે નિધન બાદ પાલિકામાં ત્રણ ચાર લોકોએ વહીવટ પોતાની મનમેળે ચલાવવાનું શરૂ કરતાં અન્ય ભાજપના નગર સેવકોમાં ધીમે ધીમે નારાજગી પેદા થવા લાગી એટલું જ નહીં વિરોધ પક્ષમાં રહેલ કામદાર પેનલ ના વિરોધ પક્ષના નેતા ભાવેશ પટેલ દ્વારા શાસક પક્ષ ભાજપના કૌભાંડો ને ઉજાગર કરવામાં આવતા ભાજપની પ્રતિષ્ઠા ખરડાવા લાગી.

તો પોતાના કૌભાંડો પર ઢાંક પીછોડો કરવા સત્તા નો સહારો લઇ છેવટે ભાવેશ પટેલ ને નગર સેવક પદે થી ડીસ કવોલિફાઇડ કરાવવામાં આવ્યા અને આ સીટ પર ભાજપ સાથે જેને કોઈ સીધો નાતો ન હતો એવા પ્રદેશ નેતાના માનીતા ને ટિકિટ આપી સામ,દામ ના જોરે ચુંટણી  જીતી લીધી હતી.નગર પાલિકાના એકહથ્થુ શાસન અંગે અનેક વાર ધારાસભ્ય સુધી ફરિયાદો જવા છતાં પણ ધારાસભ્ય માત્ર અને માત્ર આંખો બંધ કરીને હાથ પર હાથ દઈને બેસી રહ્યા.

બીજી બાજુ અઢી વર્ષ પૂર્ણ થતા હવે પ્રમુખ પદ માટે ભાજપમાં અંદરો અંદર ખેંચતાણ શરૂ થવા લાગી. તો ભાજપના નગરસેવકોની ફરિયાદ પ્રત્યે નિષ્ક્રિય રહેલા ધારાસભ્ય પણ પોતાના માનિતાને નગરપાલિકામાં પ્રમુખ સ્થાને બેસાડવા સક્રિય થયા. જેને લઈને ભાજપના નગર સેવકોમાં નારાજગી વધી જેનો લાભ કામદાર પેનલે ઉઠાવ્યો.

નારાજ ભાજપના નગર સેવકો ને કામદાર પેનલે પોતાના  પક્ષમાં કરી લેતાં ભાજપના હાથ માંથી સત્તા સરકી જવાનો  ભય જોઈ ધારાસભ્ય ની ખુરશી ના પાયા ડગમગવા લાગ્યા.છેવટે ભાજપ અને કામદાર પેનલ વચ્ચે સમાધાન ની ફોર્મ્યુલા અજમાવી સર્વાનુમતે પ્રમુખ તરીકે દિક્ષિતભાઇ પટેલ ને બેસાડવામાં આવ્યા. સાથે સાથે કામદાર પેનલના તમામ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો. દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદે બિરાજતા ' ન ભૂતો, ન ભવિષ્યતિ ' હોય એમ નગરના વિકાસ માટે ઝડપથી નિર્ણયો લેવાની શરૂઆત કરી અને માત્ર પ્રમુખ પદના ટૂંકા ગાળામાં જ તેમણે નગરપાલિકાને ઉત્તર ગુજરાતની સૌપ્રથમ iso પ્રમાણપત્ર સર્ટિફાઇડ નગરપાલિકા બનાવી દીધી. જેને લઇ દીક્ષિતભાઈ પટેલની લોકપ્રિયતા માં ખાસ્સો વધારો થયો.

જેથી પ્રદેશના નેતા ની મનની મુરાદ મનમાં ન રહી જાય તે માટે ઝડપથી અગાઉના સમાધાનની કમિટમેન્ટ વાળી ફોર્મ્યુલા નો ઉપયોગ કરીને જેમ બને તેમ ઝડપથી દીક્ષિતભાઈ પટેલ પાસે રાજીનામું અપાવવા ની સ્થિતિ નું નિર્માણ કરાવ્યું. રાજકીય આટાપાટાઓ સમજવામાં નિષ્ફળ નિવડેલા ધારાસભ્યએ છેવટે દીક્ષિતભાઈ પટેલને રાજીનામું આપવા માટે જણાવ્યું ત્યારે સત્તાનો સહેજ પણ મોહ ન રાખનાર દીક્ષિત ભાઈએ રાજીનામું ધરી દીધું.

દીક્ષિત ભાઈના રાજીનામા બાદ પ્રિયંકા બેન પટેલ ને કાર્યકારી પ્રમુખ તરીકે નિમાવવામાં આવ્યા. જોકે કાર્યકારી પ્રમુખ ના ટૂંકા કાર્યકાળમાં પણ નગરજનોની ફરિયાદો બહાર આવવા લાગી. જો કાર્યકારી પ્રમુખ લાંબા સમય શાસનમાં રહેતો નગરજનોની ફરિયાદો દિન પ્રતિદિન વધી શકે છે.  છેવટે 30 જાન્યુઆરી ના રોજ નગરપાલિકાના પ્રમુખ માટેની ચૂંટણી ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે ૩૦ જાન્યુઆરીના રોજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં એક સમયના કામદાર પેનલના અને ચારેક મહિના પહેલા ભાજપનો ખેસ ધારણ કરનાર જીજ્ઞાબેન પટેલને સર્વનુંમતે પ્રમુખ પદ નો તાજ સોંપવામાં આવ્યો હતો.