ઊંઝા : APMC ચુંટણી માં મેન્ડેડ ને લઈને સસ્પેન્સ : કોનું પલ્લુ ભારે ? જાણો

ઊંઝા : APMC ચુંટણી માં મેન્ડેડ ને લઈને સસ્પેન્સ : કોનું પલ્લુ ભારે ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે જે ફોર્મ ભરાયા હતા તે પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે બંને પક્ષો હવે મેન્ડેડ ને લઈને કાગડોળે રાહ જોઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ઊંઝા એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને ધારાસભ્ય જૂથ આમને સામને છે ત્યારે બંને જૂથ તરફથી 100 જેટલા ઉમેદવારી પત્ર ભરાયા હતા અને આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.

ત્યારે મળતી માહિતી મુજબ ભાજપ ના નેતાઓ મેન્ડેડ લઈને ઊંઝા એપીએમસી સુધી પહોંચી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે કોનું પલ્લુ ભારે રહેશે ? શું ખેડૂતો ભાજપના મેન્ડેડનો સ્વીકાર કરશે કે પછી ચૂંટણીનો જંગ જામશે ?