ઊંઝા : નેશનલ હાઇવે પર ડ્રેનેજમાં ગાબડાં: અકસ્માતની સંભાવના : ધારાસભ્યએ શું કહ્યું ?
નેશનલ હાઇવે પર ડ્રેનેજ માં ગાબડાં પડતાં કામગીરી સામે ઉઠ્યા સવાલ
રાજ્ય સરકાર ના R & B વિભાગની આડોડાઈ
ધારાસભ્ય સરકારના પ્રતિનિધિ છે.
ધારાસભ્યએ તાત્કાલિક કામગીરી કરાવવા ની ખાતરી આપી
નગર પાલિકાએ સતર્કતા માટે મૂક્યા છે બેરિકેટ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : ઊંઝા નેશનલ હાઇવેની બાજુમાં બનાવેલ ડ્રેનેજ તૂટી પડવાથી જાનહાની થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજ તૂટેલી છે.ત્યારે પાલિકાએ હાલમાં બેરિકેટ મુકાયેલ છે.જો કે આ ડ્રેનેજ લાઈન આર & બી વિભાગની જવાબદારીમાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા હાઈવે રોડ પર છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજ લાઈન તૂટેલી અવસ્થામાં છે. જેને લઈને અકસ્માતની પૂરી સંભાવના રહેલી છે. ત્યારે નગરપાલિકાના ધ્યાને આવતા અહીં બેરીકેટ મુકાવવામાં આવ્યા છે. જોકે ચર્ચાથી વિગતો મુજબ આ ડ્રેનેજ લાઈનનું કામ સ્ટેટ ગવર્મેન્ટ રોડ ઓથોરિટીના અંડરમાં હોવાથી હજુ સુધી અહીં કોઈ રીપેરીંગ કામ થયું નથી.
રાત્રિના અંધારામાં જ્યારે હાઇવે પરથી વાહનો પસાર થતા હોય છે અને જો વાહન બ્રિજ નીચેના સર્વિસ રોડ પરથી પસાર થતું હોય અને આ મોટો ખાડો ન દેખાય તો અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે ત્યારે એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી છે કે કેટલાક સમય અગાઉ અહીં એક ખાનગી વાહન ફસાયું હતું જેને ભારે જહેમત બાદ કાઢવામાં આવ્યું હતું ત્યારે તાત્કાલિક આ ડ્રેનેજ લાઈન નો રીપેરીંગ કામ થાય તેવી ચાલકોની લાગણી સાથે માગણી છે.