મહેસાણા મહાનગર પાલિકા બનતા નકશો બદલાશે : કયા ગામડાઓ નો થઈ શકે છે સમાવેશ ? જુઓ વિગત વાર
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભુપેન્દ્ર સરકારનું 2024 નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું જેમાં આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહેસાણા નો પણ સમાવેશ થાય છે. મહેસાણા મહાનગરપાલિકા બનતા હવે શહેરનો નકશો પણ બદલાશે.
હાલમાં મહેસાણાના નગરપાલિકા પ્રમુખ તરીકે ડો. મિહિર પટેલ છે. તેમણે મહેસાણાને મહાનગરપાલિકામાં સમાવવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનતા શું થશે લાભ ?
હાલમાં શહેરમાં 3,15,619 લાખ વસ્તી હાલમાં મહેસાણા શહેરની 1,11,378 લાખ વસ્તી એડ થશે નવા 16 ગામની 4,26,997 લાખ કુલ વસ્તી મહા નગરપાલિકામાં થશે
નવા 16 જેટલા ગામડા ઉમેરાશે...
ફતેપુરા, રામોસણા, પાંચોટ, દેદીયાસણ, નુગર, પાલાવાસણા, શોભાસણ, હનુમંત હેડુવા, હનુમંત રાજગર, રામપુરા, કુકસ, લાખવડ, દેલા, ઉચરપી, તાવડિયા, તળેટી
નવા ગામોની વસ્તી ઉમેરતા કુલ આશરે 4.26 લાખ જેટલી થશે
હાલમાં પાલિકા માં 7.50 કરોડ ગ્રાન્ટ A ક્લાસ પાલિકાને મળે છે જે હવે 30 થી 50 કરોડ મળશે
રોડ રી સરફેસ માટે 1 કરોડ ગ્રાન્ટ મળતા જે હવે 20 કરોડ ગ્રાન્ટ મળશે
શહેર નો વિકાસ આગળના 40 વર્ષ ને જોતા થશે
મહેસાણા શહેરના 5 કિમી વિસ્તારમાં આવરી લેવાશે
પાણી, ભૂગર્ભ ગટર અને રસ્તાના લાભ આ વિસ્તારને મળશે
ટાઉન પ્લાનિંગ નો સુયોજિત વિકાસ થશે, નકશો બદલાશે, રસ્તાઓ પહોળા થશે
36 મીટર પહોળા રસ્તાઓ થશે
મહેકમ વધશે, ગ્રાન્ટ વધશે
પાલિકાનું નવું બિલ્ડિંગ મહાનગરપાલિકા માટે સર્કિટ હાઉસ નજીક સૂચિત જગ્યા એ બની શકે છે
મહાનગરપાલિકા માં સમાવેશ થનાર વિસ્તારના જમીન મકાન ના ભાવ વધશે
તાંત્રિક મંજૂરી સ્થાનિક લેવલે જ મળી જશે કામગીરી ઝડપી થશે