ગ્લેમરસ એક્ટ્રેસ તારા સુતારિયા પહોંચી સુરત, ગુજ્જુરોક્સના કેમેરામાં થઇ કેદ
Mnf network:cસુરતમાં જોવા મળ્યો બોલિવુડ એક્ટ્રેસ તારા સુતારિયાનો ગ્લેમરસ અંદાજ, હોટ લુકથી લૂંટી લીધા ચાહકોના દિલ
બોલિવુડ એક્ટ્રેસ તારા સુતારિયાને જોઇને એવું લાગે છે કે માનો ખુદાએ તેને ફુરસતથી બનાવી છે, હસીના જેટલી ખૂબસુરત છે એટલી સ્ટાઇલિશ પણ છે. તારાના બધા અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવે છે.
તારા સુતારિયા પહોંચી સુરત
ત્યારે હાલમાં જ તારા સુતારિયા સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં એક પ્રાઇવેટ ઇવેન્ટ માટે પહોંચી હતી અને આ સમયે તે ગુજ્જુરોક્સના કેમેરામાં કેદ થઇ હતી. આ દરમિયાન તે હોટ લુકમાં જોવા મળી હતી. તારાએ શિમરી ડીપનેક બ્રાલેટ સાથે સ્કર્ટ કેરી કર્યો હતો. આ લુક સાથે તારાએ તેના વાળને બર્નમાં કેરી કર્યા હતા અને ગળામાં નેકલેસ પહેર્યુ.
બોલિવુડની મોસ્ટ સ્ટાઇલિશ દીવાની વાત હોય તો તારા સુતારિયાનું નામ જરૂરથી લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. ખૂબસુરત તો છે જ પણ તેની સ્ટાઇલ સોને પર સુહાગા. એ જ કારણ છે કે તારાના બધા અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે. ઇન્ડિયન હોય કે મોર્ડન લુક તારા બધાને એટલા કોન્ફિડન્સથી કેરી કરે છે કે બધાની નજર તેના પર જ અટકી રહે. આ વખતે પણ તારાએ આવું જ કર્યુ.સુરતમાં એક ઇવેન્ટ માટે સ્પોટ થયેલી તારાનો ગોર્જિયસ લુક જોવા મળ્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, થોડા સમય પહેલા જ તેની ફિલ્મ 'અપૂર્વા' ઓટીટી પર રીલિઝ થઇ હતી, જેને સારો રિસ્પોન્સ મળ્યો અને તારાની એક્ટિંગની પણ ઘણી પ્રશંશા કરવામાં આવી.