આ પ્રાણીના દૂધમાંથી બને છે દુનિયાનું સૌથી મોંઘું પનીર, કિંમત એટલી કે આવી જાય સોનાની ચેઈન
Mnf network : જે અમે તમને દુનિયાનું સૌથી મોંઘું પનીર વિશે જણાવીશું. આ પનીર એટલું મોંઘું છે કે તમે 1 કિલોગ્રામ પનીરની કિંમતમાં તમે સોનાની ચેન પણ ખરીદી શકો છો. આ પનીરની ગણના વિશ્વના સૌથી મોંઘા પનીરમાં થાય છે. આ પનીર તૈયાર કરવું સરળ નથી. આ માટે દૂધને ખાસ રીતે પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે.
વિશ્વના સૌથી મોંઘા પનીરની કિંમત લગભગ 800થી 1000 યુરો એટલે કે લગભગ 80થી 82 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તમને જણાવી દઈએ કે તેની ગણના વિશ્વના સૌથી મોંઘા પનીરમાં થાય છે. આ પનીર તૈયાર કરવું સરળ નથી. આ માટે દૂધને ખાસ રીતે પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે.
વિશ્વનું સૌથી મોંઘું પનીર ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે. જો કે, તે સામાન્ય ગધેડીના દૂધમાંથી નહીં પરંતુ સર્બિયામાં જોવા મળતા ગધેડાની ખાસ જાતિ 'બાલ્કન'ના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે.
આ પનીરને બનાવવા માટે 60 ટકા બાલ્કન ગધેડીના દૂધ અને 40 ટકા બકરીના દૂધને મિશ્રિત કરવામાં આવે છે અને પછી તેને પ્રોસેસ કરવામાં આવે છે.