આ શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓએ સારવાર માટે નહિ કરવા પડે ખિસ્સા ખાલી, મળશે તદ્દન મફત સારવાર, જાણો- કેવી રીતે ?

આ શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓએ સારવાર માટે નહિ કરવા પડે ખિસ્સા ખાલી, મળશે તદ્દન મફત સારવાર, જાણો- કેવી રીતે ?

ઊંઝાના કોરોના ગ્રસ્ત દર્દીઓ ને હવે ૫૦ બેડની સુવિધા વાળી હોસ્પિટલમાં તદ્દન મફત સારવાર મળશે.

હેલ્થ કેર સેન્ટરમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા છે તો વળી હાલમાં સંજીવની ગણાતા રેમ ડેસીવર પણ પૂરતા પ્રમાણમાં છે ઉપલબ્ધ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : હાલમાં કોરોનાની મહામારી માં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક બેડ નથી મળતા તો ક્યાંક ઓક્સિજન નો અભાવ છે તો વળી રેમ ડેસીવર ઇન્જેક્શન માટે ક્યાંક લાંબી લાઇનો લાગે છે ત્યારે ઊંઝા કોટેજ હોસ્પિટલમાં ૫૦ બેડની સુવિધા વાળા કોરોના હેલ્થ કેર સેન્ટરનો પ્રારંભ થયો છે.જેના માટે ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં પણ આવી હતી.

તાજેતરમાં જ આ કોવિડ કેર હેલ્થ સેન્ટર ધારાસભ્ય ડો. આશાબેન પટેલ ના હસ્તે જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.જનરલ હોસ્પિટલ ઊંઝાના સુપરિટેનડેન્ટ પ્રીતિબેન ના જણાવ્યા મુજબ, ઊંઝાની કોટેજ હોસ્પિટલમાં ૫૦ બેડની સુવિધા ધરાવતું કોવિડ કેર હેલ્થ સેન્ટર એ આ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઇ રહ્યું છે. કારણ કે અહીં ઓક્સિજન ની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલું જ નહીં રેમ ડેસીવર ઇન્જેક્શનો ની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. જેથી અહીંના દર્દીઓને સારવાર માટે નાણાંનો વ્યય નહીં કરવો પડે એ નિશ્ચિત છે.