સુરત : ફિલ્મ એક્ટ્રેસ દિશા પટણી એ અક્ષય કુમાર વિશે શું કહ્યું ? જુઓ વિડિયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) :નર્મદ યુનિવર્સિટી ખાતે 15મી અક્ષય કુમાર કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વિજેતા થયેલા ખેલાડીઓના ઈનામ વિતરણ સમારોહમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને એક્ટ્રેસ દિશા પટની હાજર રહ્યા હતા અને તમામ વિજેતાઓને સર્ટિફેકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે દિશા પટણી એ જણાવ્યું હતું કે, " હું જેકી ચેનની ફિલ્મો જોતી. મારું સપનું હતું કે હું પણ એમની જેમ દીવાલ પર ચાલું.તેમની જેમ કરતબ કરું. જોકે, એ સમયે મારી પાસે આવારિસોર્સિસ ન હતા. મને અક્ષય કુમાર પણ મળ્યા ન હતા. હવે હું અક્ષર પાસે માર્શલ આર્ટ શીખી રહી છું. મેં એક, બે, ત્રણ કિક શીખ્યા છે."