Breaking : CM અરવિંદ કેજરીવાલને મળવા માટે પહોંચ્યા જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી, જાણો વધુ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કેટ હાઉસ પહોંચ્યા છે. ગુજરાતના જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા છે.હવે ટૂંક સમયમાં નવરંગપુરા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટીમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી અને બાકી 10 લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી અટકાળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે આજે અરવિંદ કેજરીવાલ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે તેમને મળવા માટે જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી આવ્યા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઈશુદાન ગઢવી વચ્ચે થોડાક સમય માટે કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઇ હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે.