Breaking : આવતી કાલે ધો.12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થશે, આ રીતે જોઈ શકાશે ઓનલાઈન પરિણામ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ધોરણ10નુ પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.
માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલાતાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.